Author: City Today Daily

નવી દિલ્હી, તા.૧૯ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય હોવાથી, રાજસ્થાનના ૬ જિલ્લાઓ- જોધપુર, નાગૌર, પાલી, અજમેર, સિરોહી, જાલોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શનિવારે અજમેર અને ટોંકમાં પૂર જેવી સ્થિતિ છે. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. શનિવારે કોટા, બારન, ઝાલાવાડ, અજમેર, બુંદી, રાજસમંદ અને નાગૌરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે અજમેરના દરગાહ બજાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. રાજસ્થાનમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ૧૦૯ ટકા વધુ વરસાદ પડ્યો છે. રાજસમંદમાં બંધ તૂટવાથી ૩ સ્કૂલના બાળકો સહિત ૭ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા. જોધપુરના અર્ના-ધોધ વિસ્તારમાં ડૂબી જવાથી એક…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૮ મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી તથા દાઉદ સુલેમાન પટેલ ને ગુજરાત રાજય વકફ બોર્ડએ જવાબદાર ઠેરવી તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવ નં.૧૭(યુ) મુજબ તા.૧૩/૧૧/૨૦૨૪ ના રોજ કારોબારી અધિકારી ની નિમણુંક કરેલ જે નિમણુંક ની સામે અરજદાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં વકફ અપીલ નં.૧૧/૨૦૨૪ થી અપીલ દાખલ કરેલ જે અપીલના કામે સામાવળા નં.ર તરફે સુરત ના જાણીતા વકફના એડવોકેટ સુફીયાન જી.દારોગા હાજર રહી દલીલો કરેલ જે દલીલો ને ધ્યાને લઈ વકફ ટ્રિબ્યુનલે અરજદારની અપીલ ના મંજુર કરી અપીલ દાખલા રૂપી ખર્ચ રૂ.૨૦,૦૦૦/-જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગાંધીનગર ખાતે દિન-૭માં જમા…

Read More

સુરત, તા.૧૮ સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાના બૂટભવાની નજીક કોયલી ખાડીની આસપાસનાં ૬ જેટલાં બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યાં છે. ખાડીના પટમાં કુલ ૨૬ જેટલાં બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી…

Read More

નવી દિલ્હી, તા.૧૮ સંસદમાં ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે શનિવાર, ૧૯ જુલાઈના રોજ આ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ,શરદ પવાર જૂથ, ડાબેરી પક્ષો, RJD, JMM, IUML જેવા પક્ષો તેમાં ભાગ લેશે. પરંતુ ટીએમસી અને આપએ ભાગ લેશે નહીં. આ બેઠક અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસે વિપક્ષી નેતાઓ વ્યાપક પ્રમાણમાં ભાગ લે તેના માટે હવે આ બેઠક ઓનલાઈન કરી દેવામાં આવે છે. પરંતુ આ બેઠક…

Read More

વડોદરા, તા.૧૮ વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પુલના ઈન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના…

Read More

(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૮ એક માત્ર કોગ્રેસ પક્ષ જ સર્વ ધર્મ અને જાતિના ભેદભાવ વિના બિનસાપ્રદાયિક, સામાજિક ન્યાય અને સર્વ સમાજને સમાન તક આપવાની વિચાર શૈલી દ્વારા દેશની રાજનિતીમાં વિશિષ્ટ આગવું સ્થાન ધરાવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા આજ રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખે ફૂલહાર અર્પણ કરી શાલ ઓઢાઢી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ તેમજ ૨૦૨૭ માં થનાર વિધાનસભાની ચૂટણીમાં જવલંત સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શ્રી રાહુલ ગાંધીજીએ તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન…

Read More

બેંગલુરુ, તા.૧૭ કર્ણાટક સરકારે બેંગલુરુમાં આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં સરકારે ભાગદોડ માટે આરસીબીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે. તેમાં ટીમના અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું હતું છે કે આરસીબીએ વિજય ઉજવણી માટે પરવાનગી લીધી ન હતી, તેણે ફક્ત સૂચના આપી હતી. રિપોર્ટમાં ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ૪ જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે આરસીબીને જવાબદાર ઠેરવ્યું હતું. આરસીબીએ અચાનક પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડનું આયોજન કરવાની જાહેરાત…

Read More

વોશિંગ્ટન, તા.૧૭ યુએસ મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના એક પાઇલટે વિમાનનું ઇંધણ બંધ કરી દીધું હતું. અહેવાલમાં બંને પાઇલટ વચ્ચેની છેલ્લી વાતચીતના કોકપીટ રેકોર્ડિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાેકે, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ અહેવાલ ફક્ત પ્રારંભિક તારણો પર આધારિત છે અને હજુ સુધી અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું જાેઈએ નહીં. આ સાથે, પાઇલટ એસોસિએશન પણ આ અહેવાલ પર ગુસ્સે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ઉડાવતા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે તેણે રનવે પરથી ઉડાન ભર્યા પછી…

Read More

સુરત,તા.૧૭ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ થયું હતું. ભારતના સૌથી સ્વચ્છ શહેરે તરીકે, સુરત શહેરે “સુપર સ્વચ્છ લીગ” માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે ૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ આયોજિત સ્વચ્છ ભારત મિશનના વિશેષ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે માનનીય રાષ્ટ્રપતિ મહોદયાએ એવોર્ડ એનાયત કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે…

Read More

સુરત, તા.૧૭ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં ૨૦૫૦ કરોડના કૌભાંડ અને એના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઈડીએ તમામ ૧૬૪થી વધુ કરંટ એકાઉન્ટ્‌સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને હવાલા મારફત આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ અંગેની તપાસ ઈડીની પ્રાથમિકતા છે. પોલીસે અત્યારસુધી એકત્રિત કરેલાં તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્‌સ અને અન્ય પુરાવા ઈડીને સોંપવામાં આવ્યાં છે,…

Read More