Author: City Today Daily

અમદાવાદ,તા.૨૧ ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, ૧૬ ફેબ્રુરીએ મતદાન કરવામાં આવશે, અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫એ મતગણતરી થશે. આ ચુંટણીમાં ૨૭% ઓબીસી અનામતનો અમલ કરવામાં આવશે. આ ચૂંટણી ૧ મનપા, ૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ ૨૧૭૮ બેઠકો પર મતદાન થશે. અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી,…

Read More

નવી દિલ્હી, તા.૨૧ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે જેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. આમ આદમી પાર્ટી ના ભૂતપૂર્વ કાઉન્સિલર હુસૈનને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા ૫ ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મુસ્તફાબાદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તાહિર હુસૈનની વચગાળાની જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલે કહ્યું હતું કે જેલમાં રહેલા આવા તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવા જાેઈએ. તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે હુસૈનને ઉમેદવારી નોંધાવવા માટે પેરોલ મંજૂર કર્યા હતા. જસ્ટિસ મિત્તલે…

Read More

સુરત, તા.૨૧ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ ૮ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. આ દરમિયાન માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ તેને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે હવે આ મામલે સ્કૂલના ૧૦ જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જાેવા મળે…

Read More

સુરત,તા.૨૧ આજકાલ એવી ઘટનાઓ બની રહી છે જે લોકોનો પ્રેમ પરનો વિશ્વાસ તોડી રહી છે. સુરતથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે વાંચ્યા પછી તમને પણ આંચકો લાગશે. પ્રેમી યુગલ આત્મહત્યા કરવાના ઇરાદા સાથે ત્રીજા માળે પહોંચી ગયું. પરંતુ પ્રેમિકાએ નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી, પરંતુ પ્રેમી બચી ગયો. સોનોગ્રાફી રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગર્લફ્રેન્ડ સગીર હતી અને દોઢ મહિનાની ગર્ભવતી હતી. પોલીસે પ્રેમી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે. પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની યુવતી એક મિલના સાડી વિભાગમાં કામ કરે છે. મૂળ…

Read More

સુરત, તા.૨૦ રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જે સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે ૪ વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફંફોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની ૪ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો ૪૫ વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ…

Read More

સુરત, તા.૨૦ ઉધના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા લોકો માટે ફકત શોભાના ગાંઠિયાં સમાન સાબિત થઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા હોલ્ડિંગ એરિયા ઊભો કરવાની જાહેરાત બાદ પણ અહીં સુવિધાઓમાં કોઈ મોટું સુધારણું જાેવા મળતું નથી. હોલ્ડિંગ એરિયામાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લોકો પોતપોતાના વાહનો અહીં જ પાર્ક કરી દે છે, જેના કારણે મુસાફરોને હોલ્ડિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે. રેલવે તંત્રએ હોલ્ડિંગ એરિયાને મુસાફરો માટે આરામદાયક જગ્યા બનાવવા ઉદ્દેશ રાખ્યો હતો, પરંતુ હાલની સ્થિતિ તેની વિપરીત છે. ઉધના રેલવે સ્ટેશન પર પાર્કિંગ સમસ્યા એટલા માટે વધુ ગંભીર બની છે કારણ કે, સુરત રલવે સ્ટેશનની…

Read More

કોલકાતા, તા.૨૦ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેડર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસના આરોપી સંજય રોયને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કહ્યું કે સંજય પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. સિયાલદહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અર્નિબન દાસે શનિવારે અને ૨૦ જાન્યુઆરીના રોજ રોયને ગયા વર્ષે ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હોસ્પિટલમાં એક મહિલા ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. આ પહેલા સંજય રોયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને સજા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન ન્યાયાધીશે સંજયને કહ્યું કે તેના પર…

Read More

થિરૂવનંતપૂરમ્‌, તા.૨૦ કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના સામે આવી હતી. કેરળના પથાનમથિટ્ટા જિલામાં અલગ-અલગ જગ્યાએ દલિત સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. હવે આ દલિત છોકરી પર થયેલા કથિત જાતીય શોષણના કેસમાં કુલ ૫૯ આરોપીઓમાંથી ૫૭ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. દેશની બહાર રહેલા બે આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. જિલ્લા પોલીસ પ્રમુખ વી.જી. વિનોદ કુમારે જણાવ્યું કે, આ સંદર્ભમાં પહેલો કેસ ૧૦ જાન્યુઆરીના રોજ એલાવુમથિટ્ટા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને મોટા પાયે તપાસ કર્યા બાદ બે આરોપીઓને છોડીને નામાંકિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.…

Read More

નવી દિલ્હી, તા.૨૦ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન છેતરપિંડી અને સાઈબર ગુનાઓને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેથી લોકો ફેક નંબરો પરથી આવતા કોલને ઓળખી શકે. રિઝર્વ બેંકે માર્કેટિંગ અને બેંકિંગ માટે બે નવી શ્રેણીના કોલની જાહેરાત કરી છે. આ બે નંબરો પરથી જ મોબાઈલ નંબર પર માર્કેટિંગ અને બેંકિંગ કોલ આવશે. આ બે સીરીઝ સિવાય અન્ય કોઈપણ નંબર પરથી આવતા કોલ ફેક હશે. આરબીઆઇ એ તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે બેંકોએ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે ફક્ત ૧૬૦૦ થી શરૂ થતી શ્રેણીનો ઉપયોગ કરવો પડશે. બેંકો ગ્રાહકોને કૉલ કરવા માટે આ શ્રેણી સિવાયની કોઈપણ નંબર શ્રેણીનો…

Read More

ગાંધીનગર, તા.૧૯ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીના રોજ મતદાન અને ૧૬ ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આ માટે મતદાન…

Read More