ગાઝા, તા.૧૯ ઈઝરાયલ અને હમાસના યુદ્ધ પર હવે સમાપ્ત થયું છે. વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલયે પોતાના ઠ એકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડુ શરૂ થયું. કારણ કે, હમાસે બંધકોની લિસ્ટ શેર કરવામાં મોડુ કર્યું હતું. વડાપ્રધાન નેતન્યાહુએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલના બંધકોની યાદી મળી ગઈ છે અને તેમની સિક્યોરિટી તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, હમાસે નામ સોંપવામાં મોડુ કરવા માટે ‘ટેક્નિકલ ખામી’ ને જવાબદાર ગણાવી હતી. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ. જણાવી દઈએ કે, સાત…
Author: City Today Daily
મુંબઈ, તા.૧૯ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજાેય દાસ કે પછી મ્ત્ન તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર…
પ્રયાગરાજ, તા.૧૯ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર ૧૯ નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી ૨૦ થી ૨૫ ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે…
દીસપુર, તા.૧૯ દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે, હાલમાં જ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ કરતા કહ્યું હતું કે, ‘અમે ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.’ જાે કે, આ નિવેદન કરવું તેમને ભારે પડ્યું છે. આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ ફરીયાદ નોંધાવી છે. ચેતિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા…
સૈફઅલી ખાન પર થયેલા હુમલા મામલે બધા સીસીટીવી ફૂટેજ તપાસવા છતાં પોલીસ પુરાવો શોધી શકી નથી મુંબઈ, તા. ૧૮ સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાેકે, હુમલાના ૬૦ કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે આરોપીઓની ઓળખ થઈ નથી. જે વધુ એક શકમંદની અટકાયત કરવામાં આવી છે તે અંગે જાેકે વધુ માહિતી બહાર આવી નથી અને મુંબઈ પોલીસે પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પોલીસ શંકાસ્પદ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેની પૂછપરછ કરી રહી…
ઓટાવા, તા.૧૮ કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટીઝનશિપ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ અને એપ્રિલ ૨૦૨૪માં જાહેર કરાયેલા ડેટા અનુસાર, લગભગ ૫૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને “નો-શો” જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના ૫.૪ ટકા છે. અહીં “નો-શો” એ એવા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરે છે જેમણે કેનેડિયન કોલેજાે અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે નોંધણી તો કરાવી હતી પરંતુ નિર્ધારિત સમયે વર્ગાેમાં હાજરી આપી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આ વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ મુજબ અભ્યાસ શરૂ કરવા માટે નિયુક્ત સંસ્થાઓમાં પહોંચ્યા ન હતા.એકંદરે, ૬.૯ ટકા સ્ટડી પરમિટ ધારકો પોતપોતાની કોલેજાેમાં પહોંચ્યા ન હતા.…
TRAI DND 3.0ના નામથી એપની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો નવી દિલ્હી, તા. ૧૮ ફ્રોડ અથવા છેતરપીંડી કરનારા કોલ્સથી છુટકારો અપાવવા માટે સરકારે વધુ એક ખાસ એપ લોન્ચ કરી છે. સરકારે થોડા સમય પહેલા TRAI DND 3.0 ના નામથી એક એપ રજૂ કરી હતી, જેની મદદથી તમે અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકશો. પણ હવે દૂરસંચાર વિભાગે સંચાર સાથી એપના નામથી એક નવી એપ લોન્ચ કરી દીધી છે. જે સાઈબર ફ્રોડ, ફેક કોલ્સ અને મોબાઈલ સિક્યોરિટી સાથે જાેડાયેલી કેટલીય સમસ્યાઓનું હલ થઈ થશે. આ એપને કેન્દ્રીય સંચાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ…
(સિટી ટુડે) સુરત,તા.૧૮ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪,૧૮૮ થી તા.૨૧/૦૩/૨૦૦૮ નાં રોજ ગુનો નોંધાયેલ છે. મુજબનો ગુનો નોંધાયેલ છે. જેમાં કેસની ટુકમા હકીકત એવી રીતની હતી કે, આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી તા.૧૯/૦૩/૨૦૦૮ ના કલાક ૧૮/૦૦ વાગ્યાના સુમારે ઘર નં. ૩/૨૨૦૨ પીપરડી શેરી સલાબાતપુરાની સામે આ કામના સામાવાળા ફરીયાદી સાથે ગાળગલોચ કરી ઢીકક–મુકકીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી નં. ૧,૩,૪, નાઓએ લાકડી વડે માર મારી ફરીયાદીને માથાંમાં, હાથ નાં ભાગે તેમજ પીઠનાં ભાગે ઈજા કરી ઘર ખાલી કરી દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા મેં પોલીસ કમીશ્રનર…
વરઘોડા પ્રેસ અને મીડિયાથી આવેલ શબ્દ છે (સિટી ટુડે) સુરત,તા.૧૮ ગુજરાતના DGP વિકાસ સહાય સુરતની મુલાકાતે આવેલ હતા. તે દરમિયાન મીડિયા સાથે સંબોધન કર્યું હતું. તે દરમિયાન સુરત પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાજ મેળવ્યો હતો. મીડિયા સાથે સંબોધન દરમિયાન DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું, કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ બને છે જેમાં DGP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે જ્યાં હવે એક નવી પહેલ તાજેતર માં કરવામાં આવી છે અને જ્યાં પોલીસ અધિકારીઓ ની કચેરીમાં ક્રાઈમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી. ગુન્હો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા…
સુરત, તા.૧૭ સુરત ટ્રાફિક પોલીસ સામ-દામ-દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે. હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત થાય, તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંક્શન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે. એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે. આગામી ૨૬ જાન્યુઆરીથી ૧૫ લોકોની ખાસ ટીમ રસ્તા પર ઊતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે. ‘હમારે જવાન,…
