નવી દિલ્હી, તા.૬ દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રમેશ બિધૂડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સોમવારે મુખ્યમંત્રી આતિશી ભાવુક થઈ ગયા. તેમણે સોમવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે ‘હું રમેશ બિધૂડીને કહેવા ઈચ્છીશ કે મારા પિતાજી સમગ્ર જીવન શિક્ષક રહ્યાં. તેમણે દિલ્હીના હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેઓ ૮૦ વર્ષના થઈ ગયા છે. તેઓ એટલા બિમાર રહે છે કે આશરા વિના ચાલી શકતાં નથી. તમે ચૂંટણી માટે આવી હરકત કરો છો. એક વૃદ્ધ વ્યક્તિને અપશબ્દો બોલી રહ્યાં છો. આ દેશનું રાજકારણ એટલું ખરાબ થઈ ગયુ છે કે હું ક્યારેય વિચારી…
Author: City Today Daily
નવી દિલ્હી, તા. ૬ બીજેપી અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ દિલ્હીના ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ કરી છે. તેણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ‘ભારત માતા દ્વાર’ કરવામાં આવે. આ જ ભારતના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘તમારા નેતૃત્વમાં ભારતના ૧૪૦ કરોડ ભારતીય ભાઈ-બહેનોના દિલમાં દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમર્પણની ભાવના વધી છે. તમારા કાર્યકાળમાં જે રીતે મુઘલ આક્રમણકારો અને લૂંટારૂ અંગ્રેજાેના ઘા રૂઝાયા છે અને ગુલામીના ડાઘ ધોવાયા છે તેનાથી સમગ્ર ભારત ખુશ છે. સાહેબ, તમે ક્રૂર મુઘલ ઔરંગઝેબના નામ પરથી રોડનું નામ…
સિટી ટુડે સુરત:૦૫ ઈન્ટરનેશનલ સટ્ટાનો રંગ સુરતને લાગ્યોઃ મુસ્લિમ લીગ ટુર્નામેન્ટમાં ઓનલાઈન સટ્ટાથી પોલીસની દોડધા જેન્ટલમેન ગેમને વિશ્વફલક પર બદનામ કરનાર કૌભાંડીઓએ સિટી ક્રિકેટ ટુર્નામેન્ટને પણ ઓનલાઈન સાઈટ પર ચડાવી દેતાં ગણતરીની મિનિટોમાં લાખોના દાવ રમાયા સંવાદદાતાદ્વારા, સુરત. જેન્ટલમેન ગેમને ગેમ્બલિંગના કાળાબજાર થકી ગંદકીમાં ફેરવવા મથી રહેલા તત્વોમાં સુરતના લોકલ બુકીઓનો પણ સમાવેશ થઈ ગયો છે. સુરતના રાંદેર વિસ્તારમાં ચાલી રહેલી સુરત મુસ્લિમ લીગ ટ્રુર્નામેન્ટની ગેમમાં ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની અત્યંત વિસ્ફોટક માહિતી પ્રાપ્ત થતાં ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.શારીરિક તંદુરસ્તી સાથે જેન્ટનમેન ગેમમાં સમાવિષ્ટ રમતોમાં ક્રિકેટનું નામ અવ્વલ પંક્તિમાં આવે છે. આ ગેમમાં વિશ્વના અનેક રાજા-મહારાજાઓ ભાગ લેતાં હતા અને તેને એન્જોય કરતાં હતા. મેચના…
સુરત,તા.૦૫ પોતાના ઘર નજીક રમી રહેલી માસૂમ બાળકીઓ સાથે અડપલાં કરનાર શખ્સના સીસીટીવી વાઈરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આજે સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જઈ સાન ઠેકાણે લાવી દીધી હતી. ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ઘર નજીક જ રમી રહેલી બે બાળકીઓ સાથે યુવકે અડપલાં કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થતા આરોપી સામે લોકોમાં ફીટકારની લાગણી વરસી હતી. તારીખ ૨ જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ તેમને જાેઈ અને તેમની નજીક ગયો હતો. થોડા સમય સુધી…
મુંબઈ, તા.૫ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના ૧૦ સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોંપી રહી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ નીતિશ કુમારની સાથે ગઠબંધનમાં છે. સંજય રાઉતે કહ્યું, ‘ભાજપે જેડી(યુ) ના ૧૦ સાંસદોને પોતાના પક્ષમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે. તેથી નીતિશ કુમાર સંકોચ અનુભવી રહ્યા છે. તે એનડીએમાં રહેશે કે નહીં તે વિશે મને શંકાછે. જેડી(યુ) એનડીએના ભાગરૂપે ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાય છે. જેડી(યુ) પાસે લોકસભામાં…
(સિટી ટુડે) સુરત,તા.૦૫ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, સરોજકુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા હાલ નજીકના દિવસોમાં મકરસંક્રાતિનો તહેવાર આવતો હોય જેથી અત્રેના પ.રે.વડોદરા યુનીટના રેલ્વે સ્ટેશનો ઉપર પેસેન્જરોની ખુબજ ભીડભાડ રહેવાની શક્યતા રહેલ હોય જેથી રેલ્વે સ્ટેશનો ઉપર સતત પેટ્રોલીંગ વોંચ રાખી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની તથા તેઓના કિંમતી સરસામાનની સલામતી રાખવા વધુમાં વધુ પેટ્રોલીંગ કરવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ. જે આધારે પોલીસ ઇન્સપેકટર, ટી.વી.પટેલ, એલ.સી.બી.૫.રે.વડોદરા નાઓની સુચના અને પોલીસ સબ ઇન્સપેકટર, એમ.બી.વાઘ, એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પ.રે.સુરતના એ.એસ.આઇ. લાલાભાઇ કોહ્યાભાઇ તથા પો.હેડ.કોન્સ. મહેશકુમાર માલજીભાઇ, પો.કોન્સ. સચીન બાજીરાવ,…
વુહાન, તા.૫ ચીનમાં વાયરસના વધતા ખતરાને જાેતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રાખવા માટે આદેશ આપી દીધા છે. ચીનમાં કોરોના બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી દીધી છે. આ વાયરસનું નામ હ્યૂમન મેટાપ્રેયૂમો વાયરસ (HMPV) છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. વુહાનની સ્કૂલોમાં ૩૦થી વધુ બાળકો બીમાર હોવાના અહેવાલ બાદ સ્કૂલો તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ચીનમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનાથી હડકંપ મચ્યો છે. અસલમાં HMPV વાયરસના કારણે છેલ્લા ૧૦ દિવસોમાં સંક્રમણના કેસોમાં ૫૨૯…
નવી દિલ્હી, તા.૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. ‘નમો ભારત’ નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઈનના ઉદ્યાટન સાથે ભારતને સૌથી મોટા મેટ્રો રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં ત્રીજું સ્થાન પણ અપાવ્યું છે. આ ઉદ્યાટન બાદ વડાપ્રધાન મોદી રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં એકબાજુ આપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હીને ઝોળી ભરીને પૈસા આપ્યા છે, પરંતુ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતાં. બીજી બાજુ અનેક વર્તમાન સરકારની ઉપલબ્ધ સ્કીમ્સને બંધ નહીં કરવાનું વચન પણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલના પક્ષ…
નવી દિલ્હી, તા.૪ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAP અને BJP વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધ વચ્ચે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જયારે હું જેલમાં ગયો ત્યારે આ ભાજપના લોકોએ પાછળથી કંઈક એવું કર્યું કે લોકોને હજારો રૂપિયાના પાણીના બિલ મળવા લાગ્યા. દિલ્હીના લોકો દુઃખી થાય એ અમને સ્વીકાર્ય નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, જે લોકો વિચારે છે કે તેમના બિલ હજારો કે લાખોમાં આવ્યા છે, તેઓ ખોટા છે. તેઓએ રાહ જાેવી જાેઈએ. AAP સરકાર બન્યા પછી, તેમના વીજળીના બિલ માફ કરવામાં આવશે.’ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ…
નવી દિલ્હી, તા.૪ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ ર્નિણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ ર્નિણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે . ભારતમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં માતા-પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જાે કે, કોર્ટના આ ર્નિણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહી. હકીકતમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, હવે સંતાનોને…
