Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, September 10
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જજાેના સગા-સંબંધીઓ જજ નહીં બને!કોલેજિયમમાં નામ આગળ ન મૂકવા પર વિચારણા

    જજાેના સગા-સંબંધીઓ જજ નહીં બને!કોલેજિયમમાં નામ આગળ ન મૂકવા પર વિચારણા

    City Today DailyBy City Today DailyDecember 30, 2024

    નવી દિલ્હી, તા. ૩૦
    હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ જનરેશનના વકીલોને મહત્ત્વ આપવામાં આવતું નથી. તેના બદલે, જે લોકો બીજી જનરેશનના વકીલો છે અને જેમના પરિવારના સભ્યો પહેલેથી જ જજ છે તેઓને જજ તરીકે બઢતી આપવામાં આવે છે. હવે આ ધારણાને ખતમ કરવાની પહેલ કોલેજિયમ તરફથી આવી શકે છે. હવે મળતી માહિતી મુજબ, કોલેજિયમ એવા લોકોના નામ આગળ મૂકવાથી બચશે, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજ છે. જાે આમ થશે તો કોલેજિયમ દ્વારા જજાેની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ ભૂતકાળમાં પણ કાયદાકીય વ્યવસાય સાથે જાેડાયેલા છે.
    મળતી માહિતી મુજબ, કોલેજિયમમાં સમાવિષ્ટ કેટલાક ન્યાયાધીશોએ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે આવા લોકોના નામ, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ ન્યાયાધીશ રહી ચૂક્યા છે અથવા તેઓના નામ આગળ ન મૂકવા જાેઈએ. જ્યારે આ અંગે ચર્ચા થઈ ત્યારે એ વાત પણ ઉઠી કે આવો ર્નિણય લેવાથી અમુક લાયકાત ધરાવતા લોકો પણ નીકળી જશે, જેઓ યોગ્ય છે. આના પર, કોલેજિયમમાં જ દલીલ કરવામાં આવી હતી કે, આ લોકો સફળ વકીલ તરીકે સારું જીવન જીવી શકે છે. આ લોકોને પૈસા કમાવવાની તકોની કોઈ કમી નહીં હોય. ભલે તે કેટલાક લોકો માટે હાનિકારક હશે, પરંતુ મોટા હિતમાં આ ર્નિણય ખોટો નથી.
    કૉલેજિયમ પોતે જ આવો ર્નિણય લે છે તે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજાેની બંધારણીય બેન્ચે ૨૦૧૫માં રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચને ફગાવી દીધું હતું.
    આ સંસ્થાની રચના સંબંધિત કાયદાને સરકારે સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. આવી સ્થિતિમાં હવે કોલેજિયમ માટે જ જજાેની નિમણૂક પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રસ્તાવ લાવવો મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં જ્યારે દ્ગત્નછઝ્રને ફગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે એક વકીલે તેનો કેસ રજૂ કરતી વખતે પરિવારવાદની દલીલ આપી હતી. વકીલે કહ્યું કે, લોકોના મનમાં એવી લાગણી છે કે કોલેજિયમ સિસ્ટમમાં જજ જ જજની પસંદગી કરે છે. આના દ્વારા ઘણી વખત એવા લોકોને જ પસંદ કરવામાં આવે છે, જેમના પરિવારના સભ્યો પહેલાથી જ ન્યાયિક વ્યવસ્થામાં છે. એક વકીલે કહ્યું હતું કે, આવા ૫૦ ટકા જજ હાઈકોર્ટમાં છે, જેમના પરિવારના સભ્યો પહેલાથી જ કોર્ટમાં હતા.
    અહેવાલો મુજબ, આ ધારણાને તોડવા માટે કોલેજિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જાેકે, અત્યારે આ માત્ર એક પ્રસ્તાવ છે. આનો અમલ કરવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ સિસ્ટમની સરકાર દ્વારા ઘણી વખત ટીકા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજિયમ સિસ્ટમની ખામીઓ અંગે પણ સિવિલ સોસાયટીમાં ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં કોલેજિયમ સિસ્ટમમાં વધુ એક સુધારો જાેવા મળ્યો છે. હવે કોલેજિયમમાં સમાવિષ્ટ જજાે પણ નિમણૂક પહેલા સંબંધિત લોકોને મળી રહ્યા છે અને ઈન્ટરવ્યુ વગેરે લઈ રહ્યા છે.

    Post Views: 539
    જજાેના સગા-સંબંધીઓ જજ નહીં બને!કોલેજિયમમાં નામ આગળ ન મૂકવા પર વિચારણા
    Previous Articleઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, સરકારી તિજાેરીને ચૂનો ચોપડતા હતા
    Next Article મુસ્લિમો નવા વર્ષની ઉજવણીથી દૂર રહે, શરિયત પ્રમાણે ગુનેગાર

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.