Author: City Today Daily

(સિટી ટુડે) સુરત,તા.૨2 સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની ‘જળ સંચય મહિલા પદયાત્રા’ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ માટે એકજૂથ થયેલી મહિલાઓને પાટીલે અભિનંદન પાઠવતા હતા. રમુજ કરતાં પાટીલે કહ્યું હતું કે, જળસંચય માટે મહિલાઓએ પોતાના પિયરનું ગામ દત્તક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું.  કાર્યક્રમમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ. જળસંચય માટે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ અભિયાનમાં જોડાઈને સુરતમાં…

Read More

હુસેન-ડી અને જુનાગઢના મમ્મુ સામે તપાસ શરૂ કરવા તંત્ર દ્વારા કયાં મુર્હુતની રાહ જાેવાઇ રહી છે? (સિટી ટુડે) સુરત, તા.૨૨ હુસેન-ડી અને જુનાગઢના મમ્મુ દ્વારા બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડના ધંધામાં રૂપિયા ૫૦ કરોડથી વધુના રોકાણ કર્યા હોવાની વિગતો સપાટીએ આવી છે. મળતી માહિતી મુજબ, લગભગ ૨૦થી વધુ લોકોની ટીમ સાથે જુનાગઢના મમ્મુ દ્વારા સમગ્ર ગુજરાતમાં નેટર્વક ઉભું કર્યા હોવાનું પણ જણાઇ આવે છે. હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુના નેટવર્ક સમગ્ર ગુજરાતના ખુણે ખુણે ફેલાયું છે અને ગુજરાતની બહાર જુનાગઢના મમ્મુના રાઇટ હેન્ડ ગણાતો હૈદરાબાદ, બેંગલોર જેવા અનેક શહેરોમાંથી ડોક્યુમેન્ટોના આધારે બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડ જમા કરી જુનાગઢના મમ્મુના સુધી પહોંચે…

Read More

સુરત, તા.૨૨ GPSC પરીક્ષામાં ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા ડાયરેશનના કારણે ખોટા સ્થળે પહોંચ્યા હતા. જે અંગેને જાણ થતા રાંદેર પોલીસ સંકટ મોચન બનીને મદદ પહોંચી ગઈ હતી. જેમાં તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. સુરત શહેરમાં GPSCની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો હતો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા ૧૦૦ જેટલા પરીક્ષાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા હતા. આ પરીક્ષાર્થીમાંથી ઘણા વલસાડ, નવસારી અને તાપી જેવા દૂરનાં વિસ્તારોમાંથી આવ્યા હતા. જાે કે, રાંદેર પોલીસના સમયસરના હસ્તક્ષેપ અને મદદથી પરીક્ષા સમય પહેલાં જ તમામ પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડી…

Read More

નવી દિલ્હી, તા.૨૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસના પ્રવાસે કુવૈત જવા રવાના થયા હતા. ૪૩ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ત્યારે હવે કોંગ્રેસે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, વારંવાર વિદેશ પ્રવાસ કરનારા વડાપ્રધાન કુવૈત માટે રવાના થઈ ગયા હિંસાગ્રસ્ત મણિપુરના લોકો તેમની રાહ જાેતાં રહી ગયા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર લખ્યું કે, ‘મણિપુરના લોકો રાહ જાેઈ રહ્યા છે, આ જ તેમનું ભાગ્ય છે કારણ કે પીએમ મોદી કોઈ કોઈ પણ તારીખ નક્કી કરવાનો ઈનકાર કરી રહ્યા છે. વારંવાર…

Read More

સુરત,તા.૨૧ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટની પણ વ્યવસ્થા કરવી પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ૨૭ અને ૨૮ ડિસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. એ મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૭ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે ૨૮ ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,…

Read More

અમીન સુકરી, સેહનાઝ બાનુ, વકાસ સુકરી, ગજાલાબાનુ ઇમરાન મેમણ ચક્કીવાલા અને આબિદઅલી હૈદરઅલીને કલમ ૩૦૨ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી તથા અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા (સિટી ટુડે) સુરત,તા.૨૧ અઠવાલાઇન પોલીસ સ્ટેશન મુકામે ૨૦૧૬ માં નોંધાયેલ ખૂન ના ગુનામાં કુલ ૧૩ આરોપી પૈકી પાંચ આરોપી નામે અમીન સુકરી, સેહનાઝ બાનુ મહમદ અમીન સુકરી, મહંમદ વકાસ મહંમદ અમીન સુકરી, ગજાલા બાનુ ઇમરાન મેમણ ચક્કીવાલા અને આબિદ અલી હૈદર અલીને સુરતના સેશન જજ આર આર ભટ્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ કસૂરવાર ફેરવી આજીવન કેદની સજા તથા ૨૦,૦૦૦ રૂપિયા દંડ તેમજ ઇન્ડિયન પીનલ કોડ ની કલમ ૩૦૭ હેઠળ દસ…

Read More

સંસદમાં કોંગ્રેસ સહિત ઈન્ડીયા ગઠબંધન દ્વારા લઘુમતીઓના પ્રતાડના બાબતે સંયુક્તપણે અવાજ બુલંદ કર્યો લઘુમતીઓને થતા અન્યાય, અત્યાચાર વિરુદ્ધ પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રખર રીતે અવાજ ઉઠાવવા સેક્યુલર હિન્દુ નેતાઓ સાથે ભારત દેશના ૪૦ મુસ્લિમ સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ હોદ્દેદારો હિંમતભેર આગળ આવે તો પરિણામ મળે જ છે :‘ખાદિમ’ લાલપુરી (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૧ લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રમાં જે પણ દ્રશ્યો અને વિવાદો જોઈ શકાયા એથી ઘણી બાબતો સમજી શકાય તેમ છે. કે હવે પાછલી ટર્મની જેમ સંસદમાં મિનિટોમાં બિલો પાસ થઈ શકતા નથી. વિરોધ પક્ષો એક સાથે રહી સંવિધાનને અનુસરી વાત કરી રહ્યા છે. કોંગ્રેસ બીન સાંપ્રદાયિકતા રીતે પોતાનો અવાજ બુલન…

Read More

પે એન્ડ પાર્કની આસપાસમાં બે હોસ્પિટલો હોવા છતાં રોડ પર બેફામ ટ્રાફિકજામ કરાવતા કોન્ટ્રાકટરને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં કેમ કસર રાખવામાં આવી રહી છે? (સિટી ટુડે) સુરત,તા.૨૦ લાલગેટ વિસ્તારમાં આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા સામે ટ્રાફિક પોલીસનું નરમ વલણના કારણે સ્થાનિકો ભારે ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોન્ટ્રાકટર દ્વારા જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરાવી ગેરકાયદે રીતે ઉઘરાણો કરાઇ રહ્યો હોવા છતાં ટ્રાફિક પોલીસ માત્ર કાર્યવાહીના નામે આસપાસના ચક્કર લગાવી જતી રહી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ પણ આજ પાકિર્ંગના કોન્ટ્રાક્ટરને સમજ આપી જણાવ્યું હતું કે, હવેથી…

Read More

સુરત,તા.૨૦ સુરતમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે ૮.૬ કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડાંની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સીમાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે, એક સફેદ મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડીમાં બે શખસો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૨૦ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓએ સુરત શહેરના તથા અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સુચના મુજબ સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પો.કમિ. રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.,પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામા આવેલ છે. ઉપરોક્ત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન (પીસી) સિકંદર બિસ્મિલ્લા તથા (પીસી) અસલમ ઇદ્રીશ નાઓને મળેલ બાતમી આધારે અડાજણ પાટીયા બસ સ્ટેશન પાસેથી આરોપી અલતાફ ઉર્ફે અલ્લુ સદરૂદીન વેલકાણી ઉ.વ-૫૩, રહે ઃ ફલેટ ૪૦૪ ચોથા માળે બિલ્ડીંગ નં ડીપ…

Read More