ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા આ પે એન્ડ પાર્કમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર ગાડીઓ પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરવામાં આવી રહ્યો છે (સિટી ટુડે) સુરત,તા.૧૮ સુરત મનપા દ્વારા નિયમોને આધીન પે એન્ડ પાર્કનો ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટરોને ટેન્ડર આપવામાં આવે છે ત્યારબાદ કોન્ટ્રાકટરો દ્વારા મનપાના નીતિ નિયમોના ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે ગાડી પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરતા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આવો જે એક કિસ્સો ફરીવાર લાલગેટ મેઇન રોડ પાસે આવેલ વેડીંગ શોરૂમની બાજુમાં મનપા સંચાલીત પે એન્ડ પાર્કના સંચાલકો દ્વારા જાહેર રોડ રસ્તા ઉપર ગાડીઓ પાર્ક કરાવી ઉઘરાણાઓ કરતા હોવાની ફરીયાદો સ્થાનિકોમાં ઉઠવા પામી છે. સ્થાનિકો…
Author: City Today Daily
(સિટી ટુડે) સુરત,તા.૧૮ સુરત શહેરના હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢથી મુંબઇ સીફ્ટ થયેલો મમ્મુ હાલ જીએસટી ચોરીમાં કરોડો રૂપિયાનું કાંડ કર્યા બાદ ગેમીંગફંડ અને હવાલાના ધંધામાં મહારથ હાસીલ કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત જેવા શહેરોમાંથી કોટ વિસ્તારના આદિલ જેવા અનેક મળતીયાઓની ટોળકી બનાવી શહેરમાં આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટોના આધારે બેંક એકાઉન્ટો અને સીમકાર્ડની ખરીદી કરી દુબઇ મોકલી ત્યાથી ગેમીંગફંડ એકાઉન્ટોમાં ઉતારી યુએસડીટીમાં કન્વર્ટ કરી મોટા પાયેના કૌભાંડો આચરી રહ્યો છે. જેમાં મમ્મુના મળતીયાઓમાં હુસેન-ડી, અલ્તાફ, આદિલ સહિતના કેટલાક લોકો દ્વારા સુરતમાંથી સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જુનાગઢના મમ્મુના કેશીયર તરીકેની ભૂમિકા ભજવતો અડાજણ વિસ્તારમાં રહેતો તેનો સાળો…
નવીદિલ્હી,તા.૧૭ લોકસભામાં આજે વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું. એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જાેગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (૧૨૯મો સુધારો) બિલ ૨૦૨૪’ રજૂ કર્યું. ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેના તેના સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે અને તેમને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. સ્લિપ વોટિંગ પછી સ્પીકર ઓમ બિરલાએ સ્લિપ વોટિંગના પરિણામો જાહેર કર્યા. સ્પીકરે કહ્યું કે જ્યારે પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ થાય છે. જાે તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ ફોર્મ માટે પૂછો. સ્પીકરે કહ્યું કે પ્રસ્તાવના પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ વોટ…
નવી દિલ્હી,તા.૧૭ કાૅંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કેટલાક વિપક્ષી સાંસદોએ મંગળવારે બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતી સમુદાયો પર અત્યાચાર સામે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. આજે પણ તેમની બેગ ચર્ચાનું કેન્દ્ર બની હતી. , જેના પર ‘બાંગ્લાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો” તેમ લખેલું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનમાં ‘મકર દ્વાર’ પાસે એકઠા થયા હતા અને ‘કેન્દ્ર સરકાર જવાબ આપો’ અને ‘અમને ન્યાય જાેઈએ છે’ ના નારા લગાવ્યા હતા. અગાઉ આ મુદ્દે કોંગ્રેસે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય પ્રિયંકા ગાંધીએ પણ…
સુરત, તા.૧૭ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં થયેલી ભૂલો અને તેની સામે થયેલી કાર્યવાહીનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વકીલ કમલેશ રાવલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ને ૧૯ ડિસેમ્બર પહેલાં એક કમિટી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે તમામ ઉમેદવારોના ફોર્મની ફરીથી ચકાસણી કરશે. આ ર્નિણયના પગલે ચૂંટણી પ્રચારમાં જાેરશોરથી વ્યસ્ત દાવેદારોમાં ચિંતા છવાઈ ગઈ છે. સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનાં પ્રમુખ પદના દાવેદાર દીપક કોકાસ સહિતના અન્ય પદોના કેટલાક દાવેદારોએ ઉમેદવારી ફોર્મમાં કરેલી ભૂલ છતાં સુરતના ચૂંટણી અધિકારીની ટીમે ફોર્મ મંજૂર કરી દેતા મામલો હાઈકોર્ટ સુધી…
સુરત, તા.૧૭ સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માત ને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતું ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું. પોલીસ કોન્સ્ટેબલના મોતથી પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ જાેવા મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ ૧૬ /૧૨/ ૨૦૨૪ ના રોજ…
સુરત,તા.૧૭ સુરતની શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી.અનેક કારીગરો બેકાર બન્યા છે. ઘણા રત્નકલાકારોએ સુરત છોડીને ગામડે જતાં રહ્યા છે. હવે તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે.અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે.ત્યારે કેવી છે હીરાની આ મંદી? જે સુરતની શાન કહેવાય છે તે હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના વાવળમાં એવો ફસાયો છે કે તે બહાર નીકળી શક્તો જ નથી. કલ્પના ન કરી હોય તેવી આ મંદીથી બહાર કેમ નીકળવું તે નતો રત્નકલાકારને સમજાય છે.નતો ઉદ્યોગકારોને કંઈ સમજાય છે.મંદીને કારણે આર્થિક સ્થિતિ ખરાબ…
સુરત,તા.૧૭ અમેરિકાના વયોવૃદ્ધ એનઆરઆઈની પુણાગામ ખાતે આવેલી વડીલોપાર્જિત જમીનનો ૨૮ કરોડમાં સોદો પાડી વેચી મારવાના કૌભાંડમાં જમીન દલાલ, વકીલ સહિત ચાર આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચાર પૈકીના એક આરોપીની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણની ધરપકડ કરી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના પ્રકરણમાં સંડોવાયેલ અન્ય શખ્સોની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે એન.આર.આઈ.ને વિશ્વાસ અને ભરોસામાં લઇ જમીનના અવેજ પેટે દર મહિને ભાડાની લાલચ આપી પાવર લખાવી લેવામાં આવ્યો હતો. જે પાવરના આધારે મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓએ કરોડોનું જમીન કૌભાંડ આચર્યું હતું.બનાવની…
જુનાગઢના મમ્મુએ બોગસ એકાઉન્ટ, એકટીવ સીમકાર્ડ સહિત યુએસડીટીમાં રાજ્યભરમાં સૌથી મોટું સામ્રાજ્ય ઉભો કર્યો? મુંબઇમાં ઓફિસ ધરાવતો જુનાગઢના મમ્મુએ હવાલામાં રોજના લાખો રૂપિયાના આરટીજીએસ મારી અનેક લોકોને ગેરકાયદે પ્રવૃત્તિઓના રવાડે ચડાવ્યા (સિટી ટુડે) સુરત,તા.૧૬ સુરત શહેરમાંથી બોગસ બેંક એકાઉન્ટ અને એકટીવ સીમકાર્ડ તથા યુએસડીટીના હવાલા રેકેટમાં સમગ્ર ગુજરાતભરમાંથી અનેક બોગસ બેંક એકાઉન્ટો દુબઇ સહિત અન્ય દેશોમાં સપ્લાય કરતો જુનાગઢના મમ્મુનો નેટવર્ક સમગ્ર રાજ્યભરમાં ચલાવી રહ્યો છે. મુંબઇ ખાતે ઓફિસ રાખી ત્યાંથી સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યું છે. જુનાગઢના મમ્મુનો નેટવર્ક સુરત શહેરના લાલગેટ, અઠવા, રાંદેર, અડાજણ, ઉમરા અને મોટા વરાછા સહિત અનેક વિસ્તારોમાં પથરાયેલું છે. ગેરકાયદેસર કામોમાં બેતાજ…
ઈન્દોર, તા. ૧૬ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે. ચાલો આ ર્નિણય વિશે વિગતવાર જાણીએ. ૧ જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, “ભીખ માંગવા સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી (ડિસેમ્બર) શહેરમાં ચાલશે. ૧ જાન્યુઆરીથી, જાે કોઈ વ્યક્તિ ભીખ આપતો જાેવા…
