(સિટી ટુડે) સુરત,તા.૧૮
સુરત શહેરના હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢથી મુંબઇ સીફ્ટ થયેલો મમ્મુ હાલ જીએસટી ચોરીમાં કરોડો રૂપિયાનું કાંડ કર્યા બાદ ગેમીંગફંડ અને હવાલાના ધંધામાં મહારથ હાસીલ કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત જેવા શહેરોમાંથી કોટ વિસ્તારના આદિલ જેવા અનેક મળતીયાઓની ટોળકી બનાવી શહેરમાં આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટોના આધારે બેંક એકાઉન્ટો અને સીમકાર્ડની ખરીદી કરી દુબઇ મોકલી ત્યાથી ગેમીંગફંડ એકાઉન્ટોમાં ઉતારી યુએસડીટીમાં કન્વર્ટ કરી મોટા પાયેના કૌભાંડો આચરી રહ્યો છે. જેમાં મમ્મુના મળતીયાઓમાં હુસેન-ડી, અલ્તાફ, આદિલ સહિતના કેટલાક લોકો દ્વારા સુરતમાંથી સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
જુનાગઢના મમ્મુના કેશીયર તરીકેની ભૂમિકા ભજવતો અડાજણ વિસ્તારમાં રહેતો તેનો સાળો તમામ વહિવટો સાચવી લે છે. ૨-૩ લાખ રૂપિયામાં એકાઉન્ટોનો વ્યવહાર કરવામાં આવે છે જ્યારે ૧૫૦૦ રૂપિયામાં એકટીવ સીમકાર્ડનો જથ્થો ખરીદવામાં આવે છે.
લાલગેટ વિસ્તારમાં પણ જુનાગઢના મમ્મુના અનેક મળતીયાઓ હાલ પણ સક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મમ્મુ જ્યારે સુરત આવે છે ત્યારે તેની આગળ પાછળ અનેક મળતીયાઓ જી હુજુરી કરવા પહોંચી જાય છે. જીએસટી ચોરીમાં કરોડો રૂપિયાનો સરકારને ચુનો ચોપડ્યા બાદ મુંબઇના અંધેરી વિસ્તારમાં ઓફિસ લઇ સમગ્ર નેટવર્કને ત્યાંથી ઓપરેટ કરાઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. સુરત શહેરમાંથી જુનાગઢના મમ્મુના મળતીયાઓમાં ૨૫-૩૦ લોકોની ટીમ કામ કરી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
સુરત શહેર પોલીસ ગણતરીના કલાકોમાં પ્રશંસનીય કામગીરી કરવામાં માહેર હોવાથી હવે જાેવાનું એ છે કે, હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુને ક્યારે તપાસના શકંજામાં લઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારી ગેંગ સામે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની ભાષા સમજમાવશે!