ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા આ પે એન્ડ પાર્કમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર ગાડીઓ પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરવામાં આવી રહ્યો છે
(સિટી ટુડે) સુરત,તા.૧૮
સુરત મનપા દ્વારા નિયમોને આધીન પે એન્ડ પાર્કનો ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટરોને ટેન્ડર આપવામાં આવે છે ત્યારબાદ કોન્ટ્રાકટરો દ્વારા મનપાના નીતિ નિયમોના ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે ગાડી પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરતા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
આવો જે એક કિસ્સો ફરીવાર લાલગેટ મેઇન રોડ પાસે આવેલ વેડીંગ શોરૂમની બાજુમાં મનપા સંચાલીત પે એન્ડ પાર્કના સંચાલકો દ્વારા જાહેર રોડ રસ્તા ઉપર ગાડીઓ પાર્ક કરાવી ઉઘરાણાઓ કરતા હોવાની ફરીયાદો સ્થાનિકોમાં ઉઠવા પામી છે. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ, પાર્કીંગના ગેટમાંથી ગાડી એન્ટ્રી અને એકઝીટ માટે સમગ્ર રોડ બંધ કરી દેવામાં આવ છે. હદ તો ત્યાં થઇ જાય છે કે જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરી પૈસા ઉસેટવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ બે ત્રણ વાર કેટલીક ગાડીઓ ડિટેઇન કરી મામુલી દંડ ફટકારી દેવાતા ટ્રાફિક પોલીસના ડર વગર બેફામ રીતે સમગ્ર રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર કબજાે જમાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.