સુરત, તા.૨૩
ફિલ્મ સ્ટાર સલમાન ખાન ના ઘરે બનેલી ફાયરિંગની ઘટનાને લઈને તપાસ જાેરશોરથી ચાલી રહ્યો છે.આ કેસમાં તપાસ દરમ્યાન ગુજરાત કનેકશન બહાર આવ્યું હતું. આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ૨ રિવોલ્વર, કાર્ટીઝ અને સાથે ૪ મેગેઝિન પણ મળ્યા છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ તપાસ કરીને આખરે તાપી નદીમાં વિવિધ રીતે સર્ચ કરીને રિવોલ્વર અને કાર્ટીઝ મેળવી લીધા છે. અને હવે રિવોલ્વરની હ્લજીન્ ની ટિમ દ્વારા તપાસ કરવામાં આવશે. અને પુરાવા એકઠા કરવામાં આવશે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સુરતની તાપી નદી તપાસ કરી રહેલી શોધ તેમને ૨૪ કલાકમાં સફળતા મળી હોવાનું કહેવાઇ રહ્યું છે. હવે આ રિવોલ્વર સલમાન ખાન કેસમાં આરોપી દ્વારા ફેકાઈ હતી તે જ છે કે અન્ય કોઈ તપાસ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓની પૂછપરછ માં તેઓ ફાયરિંગ કરીને ભાગ્યા ત્યારે સુરત થી અમદાવાદ જતા સમય રિવોલ્વર તાપી નદીમાં ફેક દીધી હોવાની કબુલાત કરી હતી.જેને લઈને મુંબઈ પોલીસ ની એક ટીમ સુરત આવી પહોંચી હતી. સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ હતી. અને તરવૈયાઓની મદદ લઈ તાપી નદીમાં હથિયાર શોધખોળ શરૂ કરી હતી.
ફાયરિંગ કરનાર આરોપીઓ મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં અને ત્યારબાદ ત્યાંથી બસમાં ગયા હતા અને આખરે કચ્છથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે મુંબઈથી નીકળ્યા અને કચ્છ પહોંચે તે સમયે ટ્રેનમાંથી તેમણે ફાયરિંગમાં વાપરવામાં આવેલી રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દેવાની કબુલાત કરી હતી.