ભરતપુર, તા.૧૧
રાજસ્થાનમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કેટલાય વિસ્તારમાં ભારે પાણી ભરાયેલા છે.
ભરતપુર જિલ્લાના ગ્રામ પંચાયત ખરસોના હોતા નંગલા ગામમાં ૭ બાળકો પાણીમાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે. ગામના કુલ ૮ બાળકો રવિવારે સવારે નદીમાં ન્હાવા માટે ગયા હતા. પણ આ અગાઉ વાણગંગા નદીમાં પહેલી વાર પાણી આવતા તેના જાેવા માટે ગયા હતા.
નદીને અડીને આવેલી દીવાલ પર ઊભા રહીને વીડિયો અને રીલ્સ બનાવવા લાગ્યા. આ દરમ્યાન પાણીનો વહેણ વધ્યો અને દીવાલ પડી ગઈ. દીવાલ પડતા જ ૮ બાળકો ડૂબી ગયા. પણ તેમાંથી એક બાળકે ઝાડીઓની મદદથી પોતાનો જીવ બચાવી લીધો અને ઘરે પહોંચીને તેની જાણકારી આપી. પરિવારના લોકો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો, સાતેય બાળકો ડૂબાઈ ગયા હતા. આ સાતેય બાળકોના ત્યાંને ત્યાં જ મોત થઈ ગયા હતા.
આ દુર્ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો છે. અહીં આખા ગામમાં સન્નાટો છવાયેલો છે. ૮ બાળકોમાંથી સાત બાળકોના મોત થઈ ગયા છે, તો વળી એક બાળકે જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, વણગંગા નદીમાં લાંબા સમય બાદ પહેલી વાર પાણી આવ્યું છે, તે જાેવા માટે ગયા હતા. તેને લઈને ગામલોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ હતો.
તેને જાેવા માટે નદીને અડીને આવેલી દીવાલ પર ઊભા રહીને જાેઈ રહ્યા હતા. ઘરેથી બાળકો ન્હાવા માટે નીકળ્યા હતા, તે પહેલા તેમણે દીવાલ પર ઊભા રહીને રીલ્સ બનાવી રહ્યા હતા. ગામ લોકોએ તળાવમાં જવાની ના પણ પાડી હતી, છતાં બાળકો માન્યા નહીં, પાણી વધારે હોવાના કારણે દીવાલ તૂટી ગઈ અને બાળકો ડૂબાઈ ગયા હતા.