કોલકાતા, તા.૧૭
કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોય પોલીસની કસ્ટડીમાં છે. સીબીઆઈ તેની સતત પૂછપરછ કરી રહી છે અને તેના ગુનાની તમામ કડીઓ જાેડવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સંજય રોયના પરિવારે મોટું નિવેદન આપ્યું છે. સંજય રોયની માતાએ પોતાની આખી વાતનો ખુલાસો કર્યો છે. તો આ સમગ્ર મામલામાં પીડિતાના માતા-પિતાનું દર્દ ફરી એકવાર વધી ગયું છે. લેડી ડોક્ટરના પિતાએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની ‘દીકરીનું નામ’ લેવાનું ટાળે. સંજય રોયની માતાએ કબૂલ્યું છે કે, તેના દિકરાને દારુની લત હતી. જાે કે તેણે જણાવ્યું હતું કે, તેણી સંજયને ટકોર પણ કરી હતી. પરંતુ તે માન્યો નહીં. તેમજ તેના ૪ લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો જણાવ્યું હતું કે, ‘તેને માત્ર એક જ લગ્ન વિશે ખબર છે. એક પત્ની કે જે કેન્સરના કારણે મરી ગઈ હતી. તેના મૃત્યુ પછી સંજયને દારુ પીવાની લત લાગી હતી.’ વધુમાં કહ્યું હતું કે, સંજયે તેમને જણાવ્યું હતું કે તે પોલિસમાં છે. જ્યારે તે વાસ્તવમાં સિવિક સ્વયંસેવક હતો. ત્યારે આ ઘટનાને લઈને પૂછવામાં આવતા સંજયની માતાએ કહ્યું હતું કે, ‘ઘટનાને લઈને મને કંઈ ખબર નથી. તે ક્યાં હતો અને શું થયું. જે કર્યું તેના પર હવે હું શું કહું, હું એક માતા છું.’ત્યારે સંજયની બહેન કહે છે કે, મહિલા ડૉક્ટર સાથે જ થયું તે ખોટું થયું છે. તે સાથે જ તે દોષીને કડક સજા આપવાની માંગ કરે છે. આગળ કહ્યું કે, ‘હું ૧૭ વર્ષથી પરિવારથી દૂર છું. માતા અને ભાઈને એક-બે વાર બજારમાં મળી જાય છે. આસપાસના લોકો પાસેથી જાણકારી મળી હતી કે તેણે પોલીસમાં નોકરી મળી છે. જે તેણે કર્યું છે તે કોઈપણ છોકરી સાથે ન થવું જાેઈએ. સરકાર, પોલીસ તેને જે સજા આપે તે મને મંજૂર છે. આવા માણસને સજા તો મળવી જ જાેઈએ.’ તો બીજી તરફ આરોપી સંજય રોયે પોતાનો ગુનો કબૂલી લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આરોપીએ પોતોના કબૂલનામા જણાવ્યું છે કે, તેણે પહેલા ટ્રેની ડૉક્ટરનું ગળું દબાવ્યું હતું અને ત્યાં સુધી દબાવી રાખ્યું જ્યાં સુધી તે બેહોશીની હાલતમાં ન પહોંચી ગઈ. તેમજ પૂછતાછમાં તેણે એ પમ જણાવ્યું હતું કે તેને પહેલાથી જ ખબર હતી કે સેમિનાર હોલમાં ટ્રેની ડૉક્ટર એકલી હતી.