સુરત,તા.૧૭
શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) પોલીસ અને અઠવાલાઈન્સ પોલીસ દ્વારા લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જેને મોબાઈલ બજારના નામથી ઓળખવામાં આવે છે, ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે-વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઇલની લે-વેચ થાય છે. ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની ર્જીંય્ને ફરિયાદ મળી હતી.
જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી. જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાઈ છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવાલાઈન્સ પોલીસ, એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જાેતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા.