(સિટી ટુડે) સુરત, તા.10
સુરત શહેરમાં સૈયદપુરા, વરયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે ૯ઃ૩૦ કલાકે કેટલાક અસામાજીક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને હમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ છીએ.
સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીને હમો મહદંશે બિરદાવીએ છીએ.
જયારે પણ અસામાજીક અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કૌમી વૈમનસ્ય ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક મચાવનારા ઈસમો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી/પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
પરંતુ રવિવારના દિવસે રાત્રે ૯:૩૦ કલાકે બનેલ સદર બનાવમાં હિન્દુ-મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવેલ છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફુટેજો ઉપલબ્ધ છે તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફકત અને ફકત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રીના સમયે પચીસ (૨૫) જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે. જેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે અને તેમની વિરુધ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવેલ છે અને તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશીયલ મીડિયા અને ન્યુઝ ચેનલ મારફતે પ્રસારીત કરાવી જાણે ફકત મુસ્લિમ સમાજ જ કસુરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખુબ જ દુઃખની લાગણી અનુભવે છે. તેમજ સીસીટીવી ફુટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના પચીસ (૨૫) જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે.
- જેથી સદર બનાવમાં શામેલ દરેક અસામાજીક અને તોફાની તત્વો વિરુધ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફુટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકશાન ભરપાઈ કરી ન્યાય તોળવામાં આવે તેવી માંગણી જમીઅત ઉલમાએ હિન્દ સુરત કરી