નાણાવાટના માઝ, સાબરીનગરનો રીયાઝ, અડાજણનો મોઝીન તથા શબ્બીરે ફ્લેશ યુએસડીટીના નામે છેલ્લા આઠ મહિનામાં છ કરોડથી વધુની પ્રોપર્ટી ખરીદી હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૨
સુરતના પોશ વિસ્તારમાં કમઉંમરના યુવાનો રાતોરાત માલદાર બનવાના સપના પુરા કરાવા ચીટીંગના રવાડે ચડ્યા છે. દુબઇમાં બેસેલા કૌભાંડીઓની સાથે મળી સુરત શહેરમાં અનેક લોકોને છેતરી રહ્યા છે. અડાજણ વિસ્તારના મોઝીન અને શબ્બીર છેલ્લા ૮ મહિના પહેલા લાખો રૂપિયાના દેવામાં ડુબી ગયો હતો ત્યારબાદ અન્ય ચાર ભાગીદારો સાથે મળી મોઝીન તથા શબ્બીરે ફ્લેશ યુએસડીટીના નામે કરોડો રૂપિયા બનાવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ જ રીતે અડાજણ વિસ્તારના અસફાક નામના ઇસમ દ્વારા બોગસ બેંક એકાઉન્ટોમાં ગેમીંગ ફંડના કરોડો રૂપિયાના આરટીજીએસનો ખેલ પાડતો હોવાનું પણ સમગ્ર અડાજણ વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું છે.
નાણાવાટ વિસ્તારનો માઝ અને સાબરીનગરના રીયાઝે પણ બોગસ યુએસડીટીના નામે અનેક લોકોને જુદા જુદા એકાઉન્ટોમાં યુએસડીટી ટ્રાન્સફર કર્યા બાદ પેમેન્ટ રીસીવ થઇ જતાં ફ્લેશ મારી દેવાના અનેક ખેલોને અંજામ આપી દીધા છે. જાે કે, માઝે તો નાની ઉંમરમાં દુબઇના અનેક કૌભાંડીઓમાં મોટુ વર્ચસ્વ ઉભું કર્યુ છે. માઝની સાથે કામ કરતા સાબરીનગરના રીયાઝે તો બે દિવસ અગાઉ જ રાતો રાતો દુબઇની ફ્લાઇટ પકડી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
જાે કે, પોલીસ કમિશનરના આદેશ મુજબ, કતરમાં મહિલાઓને ફસાવી દેનાર ટોળકી સામે એસઓજી દ્વારા કરવામાં આવી રહેલી તપાસનો રેલો આ ટોળકી સુધી પહોંચે તો પણ નવાઇની વાત નહિં.