- લિંબાયતઝોનના અધિકારી દ્વારા વચેટીયા મારફતે કરાયેલા ઉઘારણા કાંડમાં મામલો રફેદફે કરવા અધિકારીએ મળતીયાઓ કામે લગાડ્યા
(સિટી ટુડે) સુરત,તા.૦૮
લિંબાયતઝોનમાં ચાલી રહેલા ઉઘરાણામાં કેશીયર કમ વચેટીયાની ભૂમિકા ભજવનારના બોલ વચનના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીના કેશીયરે લિંબાયતઝોનના બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને અધિકારીના નામે દમદાટીઓ આપી મસમોટી રકમો વસુલ્યા બાદ કમિશનર પેટે અન્ય ધંધામાં પૈસાનો રોકાણ કરવાની લાલચ આપી લગભગ બે કરોડ રૂપિયા જેવી રકમ સગેવગે કરી દીધી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
ગુપ્ત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક ઓડીયા ક્લીપ વાયરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલામાં લિંબાયતઝોનના એક અધિકારીનો ઉલ્લેખ થયો હોવાની પણ વાત ઉઠવા પામી છે. લિંબાયતઝોનના એક કોન્ટ્રાકટર પાસેથી મોટી રકમ વસુલ્યા બાદ કોન્ટ્રાકટર છેતરાયા હોવાનું અનુભવ થતાં આ મામલામાં આવનારા સમયમાં મોટા ખુલાસાઓ થાય તે વાત સ્પષ્ટ થઇ રહી છે. મનપા કમિશનર અને મનપા વિજીલન્સ ખાતામાં આ મામલામાં લેખીત ફરીયાદ કરવામાં આવશે. લિંબાયતઝોનના અધિકારીએ આ મામલો દબાવવા મળતીયાઓને કામે લગાડ્યા હોવાની પણ વાત ચર્ચાઇ રહી છે.