- ઝૈનબ હોસ્પિટલ પાસેથી અપહરણ કરી મુસ્તકીમ જુનજુનીયાને ઢોર મારમારી લાખોની યુએસડીટી લૂંટી લેનારા આરોપીઓનું એસઓજી દ્વારા સરઘસ કઢાયું, આરોપીઓની ચાલ જાેતા લાગી રહ્યું હતું કે આ માથાભારે આરોપીઓ હવે કોઇ ક્રાઇમ કરતા પહેલા ૧૦૦ વાર વિચારશે
(સિટી ટુડે) સુરત,તા.૦૪
થોડાક દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં આવેલ ઝૈનબ હોસ્પિટલ પાસે મુસ્તકીમ જુનજુનીયા નામના દલાલનો અપહરણ કરી લાખો રૂપિયાની યુએસડીટી લૂંટ લેવાની ઘટના બાદ સુરત શહેરમાં ભારે ચકચાર મચવા પામી હતી. યુએસડીટીના ધંધા સાથે સંકળાયેલા જુનજુનીયાને લાલ કલરની બ્રેઝા કારમાં અપહરણ કરી તેના મોબાઇલમાંથી લાખો રૂપિયાની યુએસડીટી ટ્રાન્સફર કરી લીધા બાદ હથીયાર વડે તેના પર હુમલો કરી લીંબાયત ઝોન વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તેના ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે ગુનો નોંધવામાં ૨૪ કલાક જેટલો સમય લેતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. છતાં ફરીયાદ દાખલ થતાં આરોપીઓની ધરપકડ કરવાનો શરૂ કરાતા ગતરોજ સુરત એસઓજીએ તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવી એસઓજી પીઆઇ સોનારાની આગેવાનીમાં આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.