(સિટી ટુડે) સુરત,તા.૦૫
શહેર સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૨૩૨૪૧૨૧૩/૨૦૨૪ ના કામમાં NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૨(બી) તથા ૨૯ મુજબ ગુન્હો તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ નોંધાયેલ ગુન્હાના કામે ધરપકડ થયેલ આરોપી પાસેથી “વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન ૩.૧૧ ગ્રામનો મળી આવેલ હતો.” તે મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી અને તે તપાસના કામે હાલના ગુન્હાના અન્ય આરોપીઓ પાસેથી કહેવાતો ૩.૧૧ ગ્રામનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કરવામા આવેલ અને સદર ગુન્હાના કામના અન્ય આરોપીના કબુલાતરૂપી નિવેદનને આધારે આરોપી મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફ્રુટવાલા નાઓનુ નામ આવેલ અને આરોપી – મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફ્રુટવાલા નાઓને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ અને ત્યારબાદ સદર ગુન્હાના કામે આરોપી- મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફ્રુટવાલા નાઓની હાલના ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રીમાન્ડ બાદ આરોપી- મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફુટવાલા નાઓ જ્યુડીશ્યલ કસ્ટડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે હતા.
ત્યારબાદ આરોપી મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફ્રુટવાલા નાઓ તર્ફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે સેશન્સ કોર્ટ, સુરતમાં વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓના હસ્તક જામીન અરજી દાખલ કરતા નામદાર નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ બંને પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ આરોપી મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફ્રુટવાલા નાઓને તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કરતો હુક્મ કરેલ છે.
આરોપી મોહંમદ ફારૂક ઈબ્રાહીમ ફુટવાલા નાઓ તરફે વકીલ ઝફર કે.બેલાવાલા નાઓએ રજુઆતો કરેલ અને બચાવની કામગીરી કરી રહેલ છે.