(સિટી ટુડે) સુરત,તા.૦૬
બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું. રસેશ ગુજરાતીની નિમણૂક ૨૦૧૯ માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને પદ સોંપવામાં આવ્યું હતું. રસેશ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો. રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો.
- બોગસ ડોક્ટર કૌભાંડમાં ત્રણ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર
સુરત, તા.૦૬
બોગસ ડોક્ટર કૌભાંડમાં પાંડેસરા પોલીસ દ્વારા માસ્ટર માઈન્ડ રસેશ ગુજરાતી સહિત ૧૩ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી ૧૦ જેટલા બોગસ તબીબોને જામીન મળી ગયા છે, જ્યારે આ કૌભાંડના માસ્ટર માઈન્ડ આરોપી રસેશ ગુજરાતી, બી.કે રાવત અને ઈરફાનને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા. રિમાન્ડના મુદ્દાઓ પર થયેલી દલીલ બાદ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓને રિમાન્ડ ન મળે આ માટે આરોપી તરફથી સાત જેટલા વકીલો હાજર રહ્યા હતા. રસેશના ટ્રસ્ટ ગોવિંદ પ્રભા આરોગ્ય સંકૂલની તપાસ થશે. રિમાન્ડ માટે સુરત પાંડેસરા પોલીસ દ્વારા અનેક મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીએ સહ આરોપીઓ સાથે મળી ફરિયાદી વિજય યાદવ જે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો હોઇ તેની જાણ હોવા છતાં આર્થિક લાભ મેળવવા કોઇપણ જાતની ટ્રેનિંગ આપ્યા વગર બોર્ડ ઓફ ઈલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન બી.ઇ.એમ.એસ.ની ડીગ્રી આપી ફરીયાદી પાસેથી રૂપિયા ૪૫થી ૫૦ હજાર મેળવ્યા છે. આરોપી તથા ધડપકડ કરવાના બાકી આરોપીઓએ આવાજ પ્રકારની ડીગ્રીઓ સુરત શહેર તથા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પણ અન્ય વ્યકિતનેઓને આપી હોઇ શકે તેવી પુરેપુરી શકયતા છે. જેથી તે દિશામાં પુછપરછ કરવાની બાકી હોઇ જેથી આરોપીઓની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂર છે. આરોપી ઇરફાન તથા સહ આરોપીઓ બી.ઇ.એમ.એસ.ની સર્ટી/ડીગ્રી ફરિયાદી વિજયને આપ્યા બાદ ડીગ્રી રીન્યુ કરાવવાના બહાને તેમની પાસેથી દસથી પંદર હજાર રૂપિયા લઇ જતા હતા. દરમિયાન ફરિયાદીએ સર્ટીની વેલિડિટી પુર્ણ થતા રીન્યૂ કરાવ્યું નહી, જેથી પકડાયેલા આરોપી તથા ધરપકડ બાકી છે આરોપી ફરિયાદીની કલિનિક પર અવાર-નવાર રૂપિયાની માંગણી કરતા હતા. સુરત અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલા બોગસ ડોક્ટર કૌભાંડને લઈને વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બી.ઇ.એમ.એસ.ની નકલી ડિગ્રી અને સર્ટિફિકેટ જારી કરવાનું કૌભાંડ અત્યાર સુધીમાં આશરે ૧૫૦૦ જેટલા લોકો સુધી ફેલાયું હોવાનું જણાય છે.