- આરએમબી (ચાઇનીઝ હવાલો) યુએસડીટી અને ચમક (દિરહામ)ના હવાલાનો કાંડ કરનાર સુરતમાં બેસી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્સએપ મારફતે અંજામ આપી રહ્યા છે
(સિટી ટુડે) સુરત,તા.૩૦
સુરત શહેરમાંથી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્સએપ મારફતે આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલા કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ કાંડ કરી રહ્યા છે.
જેમાં સૌથી વધુ ચર્ચાઇ રહેલા નામો મુજબ, અસીમ, બાબા, જીશાન, મહેબુબ અને હબીબ જેવા લોકો દ્વારા બોગસ બેંક એકાઉન્ટ મારફતે આ તમામ ફંડનો હવાલો ફેરવી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડીઓના ગોડફાધર કે પછી મળતીયાઓ દુબઇમાં બેસી તમામ હવાલાના સોદાઓ કર્ન્ફમ કર્યા બાદ ગુજરાતના સુરત સહિત અન્ય શહેરોમાંથી હવાલાને અંજામ આપવામાં આવી રહ્યું છે.
દુબઇમાં બેસી ભારતના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી અને સુરતમાં બેસી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસનો હાથ દુબઇ સુધી નહિં પોંચી શકતા સમગ્ર કૌભાંડીઓને મોકળું મેદાન મળી જાય છે. વ્હોટ્સએપ કોલીંગ પર થતી વાતો પણ પ્રાઇવેટ રહેતી હોવાથી મસમોટા કૌભાંડને અંજામ અપાઇ રહ્યુંછે. સુરતમાંથી હજારો સીમકાર્ડ અને બેંક એકાઉન્ટો દુબઇ ગયા બાદ આ સમગ્ર કૌભાંડને વેગ મળી ગયો હોય તેમ સુરત અને અન્ય દેશોમાંથી ગેમીંગ ફંડ અને હવાલો જાણે મોબાઇલની રમત બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે.