સુરત, તા.૧૪
સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડીરાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હાલ બીજાે આરોપી દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવને પણ ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ આ બંને આરોપીઓને લઈને સુરત આવવા રવાના થયા છે. વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયા અને તેમની ટીમ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બે કલાકના સમયમાં હવસખોરોએ મહિલા પર ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેમાં મુખ્ય આરોપી દ્વારા બેવાર હવસ સંતોષવામાં આવી હતી, જેથી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઇજાઓ પહોંચી છે.
૧૩ ફેબ્રુઆરી, ગુરુવારના રોજ લૂંટના ઈરાદે ત્રણ ઇસમ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા. એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. જતી વખતે રૂપિયા ૩૦ હજાર અને બે બ્રેસ્લેટ પણ લૂંટી ગયા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની એવું દંપતી પુણાગામ પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસપટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. ગત રોજ દંપતી રાત્રે જમીને સૂઈ ગયું હતું. દરમિયાન મોડીરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં આરોપીઓએ તેમના મકાનનો દરવાજાે ખખડાવ્યો હતો. દંપતીએ કોણ છે એમ પૂછતાં આ બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું, જેથી પતિએ દરવાજાે ખોલ્યો હતો. દરવાજાે ખોલતાં જ મોઢા પર બુકાની બાંધેલા ત્રણ બદમાશ ચપ્પુ લઇને ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
અચાનક ઘરમાં આવેલા આ શખસોને જાેઈને દંપતી ગભરાઈ ગયું હતું. દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો હતો, અન્ય બે પત્નીને ઢસડીને ઉપર ધાબા પર લઇ ગયા હતા. પત્નીએ છોડી દેવા માટે કાકલૂદી કરી હતી, પણ આ હવસખોરોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ એકવાર દુષ્કર્મ આચરી લીધા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ તે બન્ને નીચે આવ્યા હતા અને બાદમાં જતી વખતે ૨ સોનાના બ્રેસ્લેટ અને રોકડ રૂ.૩૦,૦૦૦ની મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસકાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાંચનાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં કામે લાગી હતી. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસે આ મામલે અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપી ભાવનગર સાઈડ ભાગ્યા હોવાની જાણ થતાં ડીસીપી ઝોન ૧ની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી. ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. ઝ્રઝ્ર્ફમાં ત્રણ શખસો ઘરમાં ઘુસતા દેખાયા હતા ત્યારે બેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય એક શખ્સનો હાથ આ ગુનામાં હતો કે નહીં તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્મિમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવાયું હતું, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બળજબરી કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે.
ભોગ બનનાર દંપતીનાં ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતાં હતાં. પોલીસ સમક્ષ ભોગ બનનારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બે હવસખોર પૈકીનો એક અગાઉ તેમના વિસ્તારમાં દેખાયો હતો. હવસખોરો પરિણીતાને ખેંચીને ધાબા પર લઇ ગયા હતા. ત્યારે તેણે બૂમો પણ પાડી હતી, જાેકે આ વિસ્તારમાં માત્ર ૩૦ ટકા જ રહેણાક હોવાથી અને કારખાના પાસે હોવાથી તેની બૂમો કોઇને સંભળાઈ ન હતી.
