- હવાલા કૌભાંડી બાબાનો સામ્રાજ્ય ઉભો કરનાર અસીમ, મહેબુબ, હબીબ અને મામા દ્વારા બાબાને ચાર મજબુત સ્તંભોની જેમ સુરક્ષા પુરી પાડી રહ્યા છે
(સિટી ટુડે) સુરત,તા.૧૪
સુરત શહેરમાં સૌથી મોટા હવાલાબાજ તરીકે ઉભરી આવેલ બાબાનું સામ્રાજ્ય એટલી હદે મોટું થઇ ચુક્યુ છે કે, કેટલાક મોટા માથાઓ પણ આ બાબાના ચુંગલમાં ફસી ચુક્યા છે.
બાબાએ પોતાની માર્કેટીંગ કરવા અસીમ, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓ માર્કેટમાં બાબાની વાહવાહી કરતા ફરે છે અને બાબા પાસે આવનારા તમામ હવાલાઓના ટોકનના આપ લે મામા નામનો ઇસમ અડાજણ પાસે આવેલ એટલાસ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બેસી આપ લે કરે છે.જ્યારે આંગડીયામાંથી કૈશ પૈસાની લેવડ દેવડ માટે અન્ય બે ઇસમોને બાબાએ કામ પર મુકેલ છે. સમાજમાં પોતાની છબી બનાવવા સામાજીક કામોમાં નાની મોટી રકમ આપી પોતાને વેપારી માણસ ગણાવતો બાબા સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યો છે.
બાબા દ્વારા કરવામાં આવી રહેલા હવાલાઓ ક્યાંથી આવી રહ્યા છે? અને દેશને આર્થિક રીતે નુકશાન પહોંચાડનાર બાબાનું સામ્રાજ્ય એટલી હદે વિકસી ચુક્યું છે કે બાબા તેના તમામ કામો પૈસાના જાેરે કરાવી નાંખે છે.
મામા નામના ઇસમ દ્વારા બાબાના તમામ હવાલાઓને અન્ય દેશોમાં ફરાવવા ટોકનથી લઇ તમામ સુવિધાઓ પુરી કરી દેવામાં આવે છે.