મુંબઈ, તા.૨૨
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો છે. અમેરિકી વકીલ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો બાદ ગૌતમ અદાણી સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં લગભગ ૨૮%નો ઘટાડો થયો છે.
ગુરુવાર બાદ શુક્રવારે પણ શેરમાં જાેરદાર વેચવાલી જાેવા મળી રહી છે. તેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે. તેમની નેટવર્થ ૨૦% થી વધુ ઘટી છે. આવી સ્થિતિમાં તેણે હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જાે ગુમાવી દીધો.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, અમેરિકામાં આરોપોને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ૨૧.૨૧%નો ઘટાડો થયો છે. ફોર્બ્સની રીયલટાઇમ બિલિયોનેર્સ લિસ્ટના ડેટા અનુસાર, શુક્રવારે સવારે ૧૦ઃ૫૦ વાગ્યા સુધીમાં, નેટવર્થમાં ઇં૧૪.૮ બિલિયન (રૂ. ૧,૨૫,૦૪૫ કરોડ)નો ઘટાડો થયો હતો.
જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ હવે માત્ર ૫૫ બિલિયન ડોલર રહી છે. નેટવર્થમાં થયેલા આ ઘટાડાને કારણે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. આ યાદીમાં તે ૨૭મા સ્થાને આવી ગયા છે. અગાઉ તે આ યાદીમાં ૧૮મા સ્થાને હતા.
ગૌતમ અદાણી અગાઉ ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા. આ સ્થિતિ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પરત મળી છે. મુકેશ અંબાણી હાલમાં ૯૭.૬ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ૧૮મા સૌથી ધનિક વ્યક્તિ છે. મહત્વનું છે કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને ઇં૨૫૦ મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર ૨૦૨૦ અને ૨૦૨૪ ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ઇં૨૫૦ મિલિયનથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ આનાથી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના છે. જાેકે, અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.