ટોક્યો, તા.૧૪
જાપાનની રાજધાની ટોક્યોમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં જન્મ દર એટલે કે પ્રજનન દર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટોક્યોમાં વર્કિંગ ડેનો નિયમ આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે.
આ નિયમ અનુસાર લોકોને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનું રહેશે.ટોક્યોના ગવર્નરે જાહેરાત કરી છે કે, ૧ એપ્રિલથી કર્મચારીઓને અઠવાડિયામાં ૩ દિવસની રજા મળશે. આ સાથે જે કર્મચારીઓના બાળકો પ્રાઈમરી સ્કુલમાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે.જેના પરિણામે તેમના પગારમાં અમુક કાપ આવશે.ગવર્નરે કહ્યું અમે એક એવી સિસ્ટમ બનાવીશું જેને કરિયર અને પરિવાર વચ્ચે કોઈ બાંધછોડ કરવી પડશે નહિ.સ્વાસ્થ મંત્રાલયના આંકડા મુજબ જાપાનનો વર્તમાન જન્મદર ૧.૨% છે, વસ્તીને સ્થિર રાખવા માટે આ દર ૨.૧% હોવો જાેઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે, જાે આ દર વધશે નહીં તો, જાપાન આગામી ૧૨૦ વર્ષમાં વિશ્વના નકશા પરથી ગાયબ થઈ શકે છે.નિષ્ણાતોનું માનવું છે કે, શહેરીકરણ , આધુનિકરણ, મોડા લગ્ન,કુટુંબ નિયોજન અને આર્થિક દબાવ જેવા કારણો જન્મદરમાં ઘટાડા માટે જવાબદાર છે. જાપાનમાં વદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
જેનાથી અર્થવ્યવસ્થા પર બોજ વધી રહ્યો છે.જાણકારોનું કહેવું છે કે, ૪ દિવસનું વર્કવીક આ સમસ્યાનો સંભવિત ઉકેલ બની શકે છે. જેનાથી લોકો પરિવારની સાથે વધારે સમય પસાર કરી શકશે અને બાળકોની સંભાળ સારી રીતે કરી શકશે. જાપાનના આ પગલાથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આનાથી જન્મદર વધશે.