Author: City Today Daily

(સિટી ટુડે) અમદાવાદ : મતદારની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ તેમજ નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં ન હોય તો ફોર્મ ૬ ભરવાનું રહેશે અને નામ સુધારણા – સરનામું બદલવા માટે ફોર્મ ૮ ભરી મતદાન મથકે BLO ને જમા કરાવવું  ૧૫-૧૧-૨૦૨૫ ને શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું /સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના આપવામાં આવી છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ જીપીસીસી વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા BLO જે સૂચના આપી છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ ૧૫, ૧૬ (શનિ-રવિ), ૨૨,…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૨૯ શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સુચના અનુસાર ખાસ પોલીસ કમિશ્નર વબાંગ જમીર સેકટર-૧ સુરત શહેર, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા ઝોન-૩, સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર એલ.બી.ઝાલા એ.સી.પી. ‘ઇ’ ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોકત સુચના અંતર્ગત લાલગેટ પો.સ્ટે. પી.આઇ. એન.એમ.ચૌધરી નાઓએ લાલગેટ પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટીક્સ ડ્રગ્સનુ વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સુચના…

Read More

જાધપુર, તા.૨૯ સુરત અને જાધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૮૬ વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર ૬ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. વર્ષ ૨૦૧૩માં જાધપુરમાં એક સગીરે આસારામ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, જાધપુર પોલીસે આસારામને તેમના છિંદવાડા આશ્રમમાંથી ધરપકડ કરી, તેમને જાધપુર લાવીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા. ૨૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ, જાધપુરની એક કોર્ટે જાતીય ગેરવર્તણૂક બદલ આસારામને આજીવન કેદની સજા…

Read More

ટ્રમ્પે ઘણા પ્રયત્નો પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કર્યો, પરંતુ હવે તેમના પ્રયાસો ઉલટા પડ્યા ગાઝા, તા.૨૯ અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર આખરે નિષ્ફળ ગયો છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર વિસ્ફોટક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હમાસના વારંવારના હુમલાઓને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ટ્રમ્પે વિશ્વના ઘણા મોટા નેતાઓની સામે શાંતિ કરારમાં મધ્યસ્થી કરી હતી, પરંતુ હવે આ કરાર તૂટી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ૧૦૦ લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોÂસ્પટલમાં દાખલ કરાયા છે. ઇઝરાયલ…

Read More

City today :27 ગુજરાત સરકારે IB ની મદદથી બનાવેલા સર્વે રિપોર્ટ મુજબ, શું ભાજપ 85 વિધાનસભા બેઠકો પણ જીતી શકશે નહીં? IB સર્વે રિપોર્ટથી ગભરાઈને, ભાજપ સરકારે તાત્કાલિક નિષ્ફળ મંત્રીઓને બરતરફ કર્યા અને મંત્રીમંડળનું પુનર્ગઠન કર્યું. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન અસ્તિત્વમાં નથી. ફક્ત સૌરાષ્ટ્રના કેટલાક પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જ “આપ” ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. 2024ની લોકસભા ચૂંટણી પછી, રાહુલ ગાંધીએ ગૃહમાં જાહેરાત કરી હતી કે, “લેખિતમાં લો, અમે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું.” મિશન 2027 શરૂ કરતા, રાહુલ ગાંધીએ પોતાનું આત્મવિશ્વાસપૂર્ણ મૂલ્યાંકન આપતા કહ્યું કે, ગુજરાતના લોકો છેલ્લા 30 વર્ષના ભાજપના નિષ્ફળ…

Read More

(સિટી ટુડે) વડોદરા : વડોદરામાં નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો . અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીને ઈજા અકસ્માત સર્જીને ભાગતાં કારચાલકનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો  પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂની બોટલો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ‘આરોપી દારૂના નશામાં અકસ્માત સર્જી ભાગ્યો હતો :ડીસીપી જગદીશ ચાવડા :  ડીસીપી જગદીશ…

Read More

(સિટી ટુડે) વડોદરા : વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇથી ઉત્તરપ્રદેશ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી .  એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે.   મુંબઇથી એક ડોક્ટર પરિવાર ઉત્તરપ્રદેશ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વડોદરાથી હાલોલ રોડ પર જરોદ પાસે ડોક્ટર પરિવારની XUV 500 કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આસપાસના સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને નીચે ઉતારાઈ હતી અને કારમાં સવાર લોકોને બહાર…

Read More

૫ નવા કેબિનેટમંત્રી, રાજ્ય કક્ષાના ૩ મંત્રીને સ્વતંત્ર હવાલો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ગુજરાતના યુવા મંત્રી બન્યા નવા મંત્રીમંડળની ટીમમાં ત્રણ મહિલા ધારાસભ્યોને મળ્યું સ્થાન હર્ષ સંઘવીને ભાજપે મોટું પ્રમોશન આપીને બનાવ્યા ગુજરાતના ડેપ્યુટી સીએમ ગાંધીનગર, તા.૧૭ ગુજરાતમાં વર્ષ ૨૦૨૭માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુરુવારે પહેલા જૂના તમામ મંત્રીઓ પાસેથી પહેલા રાજીનામું લઈ લેવાયું હતું અને શુક્રવારે નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સહિત ૨૬ નામોની યાદી જાહેર કરાઈ હતી. મુખ્યમંત્રીની નવી કેબિનેટમાં ૧૯ નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. જ્યારે ૬ મંત્રીઓને રિપીટ…

Read More

પોલીસ અધિકારીઓને સૂચના આપવા સારુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાયને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી (સિટી ટુડે) અમદાવાદ તા. ૩૦-૯-૨૦૨૫ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્ય ના ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ ને મુલાકાત કરી ગુજરાતમાં પાછલા દિવસોમાં બહિયલ, વડોદરા, ગોધરા ખાતે સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવતી ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ થવા ના કારણે હિંસક ઘટનાઓ બનવા પામેલ છે તે બાબતે ખરા ગુનેહગારોની સામે કડક કાનુની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ લોકો ની ખોટી કનડગત કે ધરપકડ ના કરવા માં આવે તથા સવિશેષ બહિયલ ખાતે નાગરિકોમાં પરસ્પર વિશ્વાસ નું વાતાવરણ…

Read More

(સિટી ટુડે) અમદાવાદ : દરિયાપુર મ્યુનિસિપલ કોર્પોરેટરઓ નીરવ બક્ષી, ઈમ્તિયાઝ શેખ, શેખ સમીરા મોહંમદયુસુફ (માર્ટીન) અને સુ માધુરીબેન ધ્રુવ કલાપી ના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી પીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં તેની લોકાર્પણ વિધિ આજ રોજ તા. ૨૯-૯-૨૦૨૫ને સોમવાર બપોરે ૧-૦૦ કલાકે કરવામાં આવી હતી. દરિયાપુર વોર્ડના ચારેય કાઉન્સિલરોનું પીરાનબીબીમા સાહેબ કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીપીસીસી વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસ આગેવાન અને સામાજિક કાર્યકર જુનેદ શેખ, સીનીયર કોંગ્રેસ આગેવાન ગનીભાઈ મેમણ, શકીલભાઈ ઘાંચી, પૂર્વ કાઉન્સીલર સુ મોનાબેન પ્રજાપતિ, હુસેન શેખ,…

Read More