Author: City Today Daily

કોફેપોસા અટકાયતી પગલાં સામે હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી : હાઈકોર્ટમાં અટકાયત સામે વચગાળાનો હુકમ (સિટી ટુડે) સુરત,તા.૨૬ રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડા વિરૂદ્ધ પસાર થયેલા કોફેપોસા એક્ટ અન્વયે હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી હતી. કોફેપોસા એક્ટ અન્વયે ડીઆરઆઈ આરોપી લિંબાડાની એક મહિના માટે અટકાયત નહી કરી શકે તે સંદર્ભે હાઈકોર્ટે વચગાળાનો હુકમ ફરમાવ્યો હોવાનું બચાવ પક્ષના વકીલ ઝફર બેલાવાલાએ જણાવ્યું હતું. જેથી આગામી દિવસોમાં આરોપી લિંબાડા આગોતરા જામીનની શરતોને આધીન દુબઈથી સુરત આવી ડીઆરઆઈ સમક્ષ હાજર રહેશે. આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩ના જુલાઈ માસમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩…

Read More

(સિટી ટુડે) સુરત,તા.૧૪ સુરત શહેર માં રેપ વિથ એટ્રોસિટી ના ચકચારી કેસ કે જેમાં રાંદેર વિસ્તાર માં રહેતા આરોપી પ્રતીક ચંપકભાઈ પટેલ તેમજ પ્રતીક ના માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન- બનેવી સહિત ઘરના તમામ ૭ (સાત)સભ્યો વિરુદ્ધ ઝંખવાવ ની યુવતી (ફરિયાદી) એ રાંદેર પોલીસ સ્ટેશન માં મુખ્ય આરોપી પ્રતીક પટેલ વિરુદ્ધ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારેલ અને ઘર ના માતાપિતા સહિત બીજા અન્ય તમામ સભ્યો એ ભોગ બનનાર (ફરિયાદી) ને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કરી માર ૨મારવામાં આવેલ જે બાબતે ભોગ બનનાર એ વાંકલ પોલીસ સ્ટેશનમાં ” ઝીરો” નંબર થી એટ્રોસિટી વિથ રેપ ની ફરિયાદ નોંધાવેલ અને જેની તપાસ રાંદેર પોલીસ ઘ્વારા…

Read More

સુરત, તા.૧૨ સુરત રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે એક મહિલા પોતાનાં બે સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવતાં મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનાસ્થળે જ કામકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ૧૩ દિવસમાં શહેરમાં આ ચોથી સામૂહિક આપઘાતની ઘટના છે. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જાેઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર…

Read More

સુરત, તા.૧૨ સુરતના રાંદેર વિસ્તારના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ જે ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. જેમનો પોલીસે આજે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ ઘટના સમયે લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીઓનો જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડી અને ગુલાબના ફૂલોની વર્ષા કરી પોલીસનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બંને આરોપીઓ વિરૂદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના પણ ગુનાઓ નોંધાયો છે. તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ધનિક પરિવારમાંથી આવતો સદ્દામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા…

Read More

સુરત, તા.૧૨ સુરતમાં રહેતા એક વેપારીઓનું એક્ટિવા પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયું છે…પણ આ ચોરાયેલા એક્ટિવાના ઈ-મેમા તે વેપારીના સરનામે આવી રહ્યા છે.ચોર બિન્દાસ્ત રીતે સુરત શહેરમાં જ ફરી રહ્યો છે પણ હર્ષ સંઘવી સાહેબની પોલીસ એક્ટિવા અને એક્ટિવા ચોરને પકડી શક્તી નથી. સુરત શહેર, જ્યાં ગુજરાત પોલીસની કામગીરીના દાવાઓ ઘણીવાર ચર્ચામાં હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સુરત ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને ઉજાગર કરે છે. એક વેપારીનું એક્ટિવા પાંચ વર્ષ પહેલાં ચોરાયું, પરંતુ પોલીસ ન તો તેને શોધી શકી, ન તો ચોરને પકડી શકી. ઉપરથી, ચોરાયેલા એક્ટિવાના મૂળ માલિકને જ ઈ-મેમો…

Read More

ચાર લાખ યાત્રાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા એ પૂરતી સુરક્ષાનો પુરાવો છે, ગુલમર્ગમાં નવી કેબલ કાર તૈયાર થશે, તંગમાર્ગમાં વર્લ્ડ ક્લાસ હોટલ, રિસોર્ટ શરૂ થવા જઇ રહ્યા છે (સિટી ટુડે) અમદાવાદ,તા.૧૧ આશરે ચાર લાખ થી વધુ યાત્રાળુ ઓ એ અમરનાથ, વૈષ્ણોદેવીમાં કોઇપણ પ્રકારના ડર વિના દર્શન કર્યા છે. જે પૂરતી સુરક્ષાનો પુરાવો છે. જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે પ્રત્યેક ગુજરાતીનું સ્વાગત છે. આગામી દિવસોમાં કાશ્મીર માં ન્યૂ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ગુજરાતની મુલાકાતે આવેલા કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહે ” સિટી ટુડે” સાથેની વાતચીત માં જણાવ્યું કે, પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું પ્રવાસન્…

Read More

નવી દિલ્હી, તા.૧૧ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના ૩૦૦ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરુ કરી દીધી હતી. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરુ કરી હતી. આ કૂચ એસઆઇઆર પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા ‘વોટ ચોરી‘ના આરોપોને લઈને યોજવામાં આવી હતી. દિલ્હી પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદો બિહારમાં એસઆઇઆર અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં ચૂંટણી પંચ તરફ જઈ રહ્યા હતાં. દિલ્હી પોલીસની પરવાનગી વિના રેલીનું આયોજન…

Read More

સુરત, તા.૧૧ આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ જ અનુસંધાને, ભૂતકાળમાં વિવિધ ગંભીર ગુનાઓમાં ઝડપાયેલા ૮૨ જેટલા આરોપીઓની ઓળખ પરેડ યોજીને તેમને કાયદાનું પાલન કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોઢવણિક વાડી ખાતે ચોકબજાર, લાલગેટ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનોના ૮૨ જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ઓળખ પરેડ સુરત ડીસીપી પિનાકીન પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ દરમિયાન, આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.‘ એક જ…

Read More

સુરત, તા.૧૧ ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો-વ્યવસ્થાનું શાસન જાણે કે ધ્વસ્ત થઈ ગયું હોય તેમ ધોળા દિવસે સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં માત્ર હત્યા જ નહી, પરંતુ ઘટના બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વીડિયો જાેઈને લોકોના હ્રદય કંપાઈ ઉઠ્યા છે. એક યુવક લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કરગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકો વીડિયો શૂટ કરવામાં વ્યસ્ત રહ્યા અને કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની તસ્દી ન લીધી. આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી. આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઈલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. સચિન પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળનું કારણ એક…

Read More

ધરાલી, તા.૧૦ ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યાના પાંચ દિવસ પછી શુક્રવારે (આઠમી ઓગસ્ટ) અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત તરીકે ૫,૦૦૦ રૂપિયાના ચેક આપવામાં આવ્યા. જાેકે, ઘણાં લોકોએ આ રાહત રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પીડિત લોકોએ કહ્યું કે, આ અમારા દુ:ખનું અપમાન છે. અમે બધું ગુમાવ્યું છે, અમારા પરિવારો, ઘરો, કરોડો રૂપિયાના વ્યવસાયો. આ રકમ અપમાનજનક છે. અમને વાયદો પાંચ પાંચ લાખનો કર્યો હતો અને તાત્કાલિક રાહતરૂપે ૫-૫ હજારના ચેક થમાવી દેવાયા છે. અહેવાલ અનુસાર, પીડિત લોકોનું કહેવું છે કે, આ દુર્ઘટના પછી વિસ્તારમાં વીજળી નહોતી, તેથી તેમણે મીણબત્તીઓના પેકેટ વહેંચવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ચાર દિવસ…

Read More