સુરત, તા.૧૩ સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિમાં ખાડીના પાણી ગામો અને શહેરોમાં ઘૂસી જતાં સર્જાયેલા વિનાશ બાદ આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાનહાનિ અને કરોડો રૂપિયાના નુકસાન પછી તંત્રની ઊંઘ ઊડી છે, અને હવે ખાડી પરના નડતરરૂપ બ્રિજાેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી, જે ઘણા સમય પહેલા થવી જાેઈતી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર હંમેશા કુદરતી આફતોના નિવારણ કરતાં તેના પરિણામો ભોગવ્યા પછી જ જાગે છે. મહત્વનું છે કે, વરસાદી પાણીના પ્રવાહને અવરોધતા આ બ્રિજાે અને ખાડી આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બેરોકટોક થતા દબાણો સામે આંખ…
Author: City Today Daily
સુરત, તા.૧૩ હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે ૫ જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. ૧૪ જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ૧૫ જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬ તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૪થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ૧૪થી ૧૭ જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ૧૪ જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં ૧૩ જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ,…
નવી દિલ્હી, તા.૧૨ વર્ષ ૨૦૧૦-૨૦૨૦ દરમિયાન એટલે કે એક દાયકામાં મુસ્લિમો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રિલિજિયસ ગ્રુપ એટલે કે ધાર્મિક જૂથ તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે વિશ્વના સૌથી મોટા રિલિજિયસ ગ્રુપ એવા ખ્રિસ્તિઓનો હિસ્સો ૧.૮ ટકા ઘટીને ૨૮.૮ ટકા થયો હતો. આ વાત પ્યુ રિસર્ચ સેન્ટરના એનાલિસિસમાં સામે આવી છે, જેનું ટાઈટલ હાઉ ધ ગ્લોબલ રિલિજિયસ લેન્ડસ્કેપ ચેન્જ્ડ ફ્રોમ ૨૦૧૦ ટુ ૨૦૨૦ છે. હિંદુઓની વસ્તી પ્રમાણમાં સ્થિર રહી અને વિશ્વમાં તેમની સંખ્યા ૧.૨ અબજ સુધી પહોંચી ગઈ છે, જેમાંથી ૯૫ ટકા હિંદુઓ ભારતમાં છે. ૨૦૨૦ સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી ૭૯ ટકા હતી જ્યારે ૨૦૧૦માં તે ૮૦ ટકા હતી. જ્યારે મુસ્લિમોની…
બુલંદશહેર, તા.૧૨ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં, સ્મશાનમાં એક પરિણીત મહિલા સાથે ભાજપ નેતા રંગરેલિયા મનાવતા પકડાયા હતા. આ મામલો શિકારપુર કોતવાલી વિસ્તારના કૈલાવન ગામના સ્મશાનગૃહનો છે. સ્મશાનગૃહમાં કાર પાર્ક કર્યા પછી ભાજપ નેતા રાહુલ એક પરિણીત મહિલા સાથે કારમાં અર્ધનગ્ન હાલતમાં જાેવા મળ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને તેમને રંગે હાથે પકડી લીધા હતા. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોએ સ્મશાનગૃહમાં એક શંકાસ્પદ કાર પાર્ક કરેલી જાેઈ હતી, તેથી તેમને શંકા ગઈ હતી. સ્થાનિક લોકો કાર નજીક પહોંચતા જ તેમણે રાહુલને અર્ધ નગ્ન અવસ્થામાં જાેયો હતો. લોકોને શંકા ગઈ અને રાહુલને કારનો દરવાજાે ખોલવા કહ્યું હતું. આ ઘટના સાથે જાેડાયેલો…
સુરત, તા.૧૨ સુરતના સહારા દરવાજા ગરનાળા નીચે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એસટી બસે ૪ થી ૫ વાહનચાલકોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સહારા દરવાજા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલી એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ…
કતાર, તા.૧૧ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગત મહિને સર્જાયેલા ભીષણ યુદ્ધમાં થયેલા નુકસાનનો ખુલાસો ધીમે ધીમે થઈ રહ્યો છે. ઈરાને આજે એક વીડિયો રજૂ કરી દાવો કર્યો હતો કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત યુએસ કોમ્યુનિકેશન ફેસિલિટીને નષ્ટ થઈ હતી. ભારતમાં ઈરાનની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર વીડિયો રજૂ કરી જણાવ્યું હતું કે, સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે, ઈરાને ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત અમેરિકાની સેનાના પ્રાઈમરી કોમ્યુનિકેશન્સ રેડોમને નષ્ટ કર્યું હતું. તેનું બીજુ રેડોમ કુવૈત આવેલું છે. ઉલ્લેખનીય છે, ઈરાનના દાવા પર કતાર કે અમેરિકાએ કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકાએ ગતમહિને બંકર બસ્ટર બોમ્બ…
સુરત,તા.૧૧ શહેરના પાલ રોડ ભાઠા ગામ ખાતે આવેલા એક મકાનમાં જનરટેર ચાલુ રહી જતા એક જ પરિવારના ત્રણ આધેડ વયના સભ્યોના મોત થયા હોવાનો બનાવ બન્યો છે. કમકમાટી ભર્યા આ બનાવની જાણ પાલ પોલીસને થતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. રૂમમાં રાત્રિના સમયે જનરેટર ચાલુ રહી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક કારણ હાલ બહાર આવ્યું છે ત્યારે બનાવ અંગે પાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ભાઠા ગામમાં રહેતા બાલુભાઇ પટેલ ઉ.વ.૭૭, સીતાબેન પટેલ ઉ.વ.૫૬ અને વેદાબેન પટેલ ઉ.વ.૬૦ ગઇકાલે રાત્રિના…
સુરત: ભાગળ પીરછડી રોડ ખાતે રહેતા નાનાબાવા પરિવારના યુવક સાથેના પારીવારીક સંબંધોનો લાભ લઇ શેખ દંપતિ સહિત ત્રણ જણાએ ધંધાકીય કામ માટે યુવકનો ક્રેડીટ કાર્ડ લઇ તેમાંથી વીજ બીલ, ગેસબીલ તેમજ મોબાઇલ બીલો ભરી જુલાઇ ૨૦૨૪થી ઓગષ્ટ ૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૪૭.૭૬ લાખ ક્રેડીટ કાર્ડમાંથી વાપરી પેનેલ્ટી સહિત કુલ રૂ.૫૩.૭૬ લાખ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. મહીધરપુરા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ભાગળ પીરછડી રોડ અય્યુબ મંઝીલમાં રહેતા અસ્ફાક અનવર નાનાબાવા ઉ.વ.૪૩ વેપારી છે. દરમિયાન તેના પારીવારિક સંબંધી યાહ્યા યુસુફ શેખ, યુસુફ શેખ અને યાહ્યાની પત્ની સાયમા શેખ (રહે. પનાવાળા એપાર્ટમેન્ટ, મોટી મસ્જીદની પાછળ) એ…
(સિટી ટુડે) અમદવાદ,તા.૧૦ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના કારણે રાજીનામું આપી દેતા ગુજરાત કોંગ્રેસ હાલ ભગવાન ભરોસે હોય તેવી પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે. ગુજરાતમાં વધી રહેલું આમ આદમી પાર્ટીનું પદ બીજી બાજું કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક લડાઇઓના કારણે કોંગ્રેસની હાલત કથળી બની ગઇ હોય તેવું દર્શાઇ રહ્યું છે. જેમાં માત્ર કોંગ્રેસ મુસ્લિમોને વોટબેંક સમજી માત્ર વોટ મેળતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. આજરોજ ગુરુવારે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા દિલ્હી ખાતે નવા અધ્યક્ષ માટે મનોમંથનનું કાર્યક્રમમાં ગુજરાતના પુર્વ પ્રદેશ અધ્યક્ષ વિરોધપક્ષના નેતાઓ સહિતના નેતાઓને નવી દિલ્હી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ…
વડોદરા, તા.૧૦ વડોદરાનાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર ગુજરાતને શોકમગ્ન કરી મુક્યું છે. આ દુર્ઘટના બાદ સતત એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક ૧૭ પહોંચ્યો હતો. જે બાદમાં હવે સમાચાર સામે આવ્યા છે કે, વધુ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડની ટીમને વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. આજના દિવસમાં આ નદીમાંથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ૪૫ વર્ષ જૂનો ગંભીરાબ્રિજ ૯ જુલાઈના વહેલી સવારે ૭:૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી ૩ ટ્રક, ૧ રિક્ષા, ૧ ઈકો, ૧ પિકઅપ ડાલું સાથે જ…
