Author: City Today Daily

ભોજપુર, તા.૧૦ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક અને સ્વાગત સમારોહ કાર્યાલયમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન, પાર્ટીના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. વાસ્તવમાં, આ સમગ્ર ઘટના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ-પ્રભારી અને છત્તીસગઢના ભિલાઈ વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના સ્વાગત સમારોહ દરમિયાન બની હતી. વીડિયોમાં કાર્યકર્તાઓ વચ્ચેની મારપીટ સ્પષ્ટપણે જાેઈ શકાય છે, જ્યારે કેટલાક લોકો તેમને ખેંચતા જાેવા મળે છે. કોંગ્રેસના કાર્યકરો વચ્ચેના વિવાદ અને લડાઈનો આ વીડિયો ચોંકાવનારો છે. લોકો એકબીજાના કપડાં ખેંચતા જાેવા મળી રહ્યા છે. આ પરસ્પર લડાઈમાં ભૂતપૂર્વ એમએલસી અજય…

Read More

ગુજરાત/સુરત, તા.૧૦ હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલમાં ચાર દિવસમાં ૮૦ રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨,૩૮૦થી વધી ૨,૪૫૦ રૂપિયા થયો છે. ત્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨,૨૨૦થી વધી ૨,૩૦૦ રૂપિયા થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં એકાએક કૃત્રિમ તેજી જાેવા મળી છે. જૂના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ ન કરવાનો નિયમ લાગુ થયો છે. નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી…

Read More

સિટી ટુડે; અમદાવાદ;૦૯ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય વહેલી તકે લેવાય તે અનિવાર્ય છે. શ્રી રાહુલગાંધીજી ના ગુજરાત પ્રવાસ દરમિયાન, તેમને મળેલી વિશ્વસનીય માહિતી અને અહેવાલોના આધારે, રાહુલજીએ એક જાહેર મંચ પરથી પોતાના સંબોધનમાં ભાજપ સરકાર માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા “લંગડા ઘોડા તેમજ લગ્નના ઘોડા” નેતાઓને સાઈડલાઈન કરી કોંગ્રેસના વફાદાર “રેસના થોડા”ને નેતૃત્વ સોંપવાના આહ્વાન બાદ વફાદાર કોંગ્રેસ કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન મળશે…

Read More

વડોદરા, તા.૯ વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ ૭ વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જાેવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જાેડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જાેડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે…

Read More

નવી દિલ્હી, તા.૦૯ દિલ્હી હાઈકોર્ટે બુધવારે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની સોશિયલ પોસ્ટ પોસ્ટ કર્યા બાદ હત્યા પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ‘ની રિલીઝ અટકાવવાની માંગ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું કે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો દૂર કરવામાં આવ્યા છે. તે જ સમયે, ફિલ્મ નિર્માતાના વકીલે પુષ્ટિ આપી કે કાપ મૂકવામાં આવ્યા છે. આના પર, મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની આગેવાની હેઠળની બેન્ચે કેસમાં અરશદ મદની વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને સેન્સર બોર્ડ વતી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ ચેતન શર્મા…

Read More

સુરત, તા.૦૯ સુરત ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કામદાર કર્મચારીઓએ સુરત કલેક્ટર કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સુત્રોચ્ચાર કર્યા હતા. દેશભરમાં આજે ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, ઈન્ટુક, આઇટુક, મજુર સભા, સીટુ, બેંક, એલઆઇસી જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. દુનિયાના ધોરણો મુજબ દેશના કામદારોને જે વેતન મળી રહ્યું છે તેમાં હાલ અન્યાય થઈ રહ્યો હોવાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સતત મોંઘવારી વધી રહી છે,…

Read More

(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૮ ગતરોજ ગાંધીનગર ખાતે ગૌણ વિધાન સમિતિની બેઠક ગૌણ વિધાનસભાના અધ્યક્ષ અનિરુદ્ધ દવેના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કમિટીના એમ.એલ.એ એ અલગ અલગ રજૂઆત પોતાના મત વિસ્તાર માટે કરી હતી. આ કમિટીના સભ્ય તરીકે એમએલએ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા માટે રજૂઆત કરી અમદાવાદ શહેરમાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગ કમિટીની મીટીંગ તાકીદે બોલાવવામાં આવે તથા આ મિટિંગના સભ્યો કોણ કોણ છે તેની નામ સાથેની માહિતી આપવામાં આવે. આ મીટીંગ છેલ્લે ક્્યારે બોલાવવામાં આવી હતી, આ મિટિંગના સભ્યો દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટેનો સર્વે કરાવવામાં આવે અને તાકીદે આ સર્વે…

Read More

ગાંધીનગર, તા.૭ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા હાઈવે, ગ્રામીણ અને શહેરી માર્ગો તેમજ પુલોની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી. તેમણે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરીને માર્ગોને પુન: પૂર્વવત કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તેની ખાતરી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જાેવી જાેઈએ નહીં. તેમણે તાકીદ કરી હતી કે, “વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહે.” આ…

Read More

મુંબઈ, તા.૭ મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ ફરી એક વાર ગરમાયો છે. મરાઠીમાં ન બોલતા એક પરપ્રાંતીય દુકાનદારને મનસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ છેડાયો છે. ત્યાર બાદ ઠાકરે બંધુઓ એકઠા થયા અને રાજકારણમાં એક અલગ જ વળાંક પર લઈ ગયા. હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાન્ત દુબેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જાે તમારા હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો. ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મરાઠી ભાષામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, મુંબઈમાં હિન્દી બોલનારાને મારનારાઓ, જાે તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ બોલનારાને મારી બતાવો.…

Read More

સુરત, તા.૦૭ સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ ૧૦થી ૧૨ ટકા વધુ કેસ આવી રહ્યા છે. જાે સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત ૧૦નાં મોત થયાં છે. જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં ૨૨૩ મલેરિયા અને ૧૧૩ ડેન્ગ્યૂ સહિત મોસમી રોગોના કુલ ૭૩૩ દર્દી દાખલ…

Read More