પ્રયાગરાજ, તા.૦૨ પ્રયાગરાજના મહાકુંભમાં દેશ વિદેશોથી મોટી સંખ્યામાં ભક્તોનું જમાવડો થતાં ભગધડના કારણે કેટલાકો ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ૩૦થી વધુ લોકોના મોત પણ થયા હતા. ત્યારબાદ યુપી સરકાર દ્વારા સમગ્ર મામલાની મોનીટરીંગ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. યુપી સીએમ દ્વારા અફવાઓમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટના દરમિયાન પ્રયાગરાજના મુસ્લિમો ભક્તો માટે દિલ ખોલી મદદે આવી પહોચ્યા હતા. ભક્તોને તેમને સ્થળે પહોંચાડવા ગાડીઓની વ્યવસ્થા સાથે સાથે જમવાનું તથા રહેવા માટે મુસ્લિમોએ પોતાના ધાર્મીક સ્થળો જેવા કે મસ્જિદ,દરગાહ, ઇમામબાડા સહિતની પવીત્ર સ્થળો ભક્તો માટે ખોલી દઇ દિલ ખોલી તેમની મહેમાન નવાઝી કરી…
Author: City Today Daily
(સિટી ટુડે) ડાંગ/આહવા, તા.૦૨ ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા ૫ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે ૪૫ મુસાફરો ઘાયલ થતા ૨૧ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે ૨૪ મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં ૫૦ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું…
ગિફ્ટ સિટીમાં નવી બેંકિંગ, વીમા અને ટ્રેઝરી મેનેજમેન્ટ કંપનીઓ સ્થાપવા માટે કર લાભો વધારવામાં આવ્યા છે નવી દિલ્હી, તા.૧ ર્નિમલા સિતારમણે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટી માટે નવા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. IFSC(આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર) માં નવા રોકાણોને આકર્ષવા માટે કર મુક્તિ અને અન્ય સુવિધાઓ આપવાની જાહેરાત કરાઈ છે. ગિફ્ટ સિટીમાં નવી બેંકિંગ, વીમા અને ટ્રેઝરી મેનેજમેન્ટ કંપનીઓ સ્થાપવા માટે કર લાભો વધારવામાં આવ્યા છે. ગુજરાત સહીત દેશભરના બંદરો અને લોજિસ્ટિક્સ હબને મજબૂત બનાવવા માટે “મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ” ની જાહેરાત કરવામાં આવી છે. ૨૫,૦૦૦ કરોડનું આ ભંડોળ, લોજિસ્ટિક્સ અને બંદર માળખાગત સુવિધાને વેગ આપશે. ૧૬૦૦…
ગુજરાતના ૬૮ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ ગાંધીનગર, તા.૧ ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ૬૮ IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમદાવાદમાં નવા મ્યુનિસપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની બન્યા છે. ગુજરાતના ૬૮ IAS છજીની બદલી, રાજ્યના ૪ IAS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. બીજી બાજુ અમદાવાદ મનપાના કમિશ્નર બનાવાયા છે. જી હા.. અમદાવાદના નના મનપા કમિશ્નર બંછાનીધી પાનીને બનાવવામાં આવ્યા છે, જ્યારે અવંતિકા સિંઘને GAS ન્ના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. એટલું જ નહીં, બીજા અનેક ધરખમ ફેરફાર કરાયા છે. રાજ્યના ૪ IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે…
(સિટી ટુડે) સુરત,તા.૦૧ સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા નવા-નવા પૈતરાઓ અજમાવામાં આવી રહ્યા છે. કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ હવાલાના ટોકનો મેળવવા લાગ્યા છે. જેમાં હાલ સૌથી વધુ આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલાઓ પૂરા પાડી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ કૌભાંડીઓ પાસે ઇન્ટરનેશનલ મોબઇલ નંબરો આસાનીથી મળી કઇ રીતે જાય છે? સુરતમાં બેસી દુબઇ અને અન્ય દેશોના મોબાઇલ નંબરથી લોકોને વ્હોટ્સએપ કોલ પરથી કોન્ટેક કરી બેફામ હવાલાઓ અને બક્કલ મારવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા આ કૌભાંડીઓને દબોચવા વોચ ગોઠવાઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સુરત શહેરમાંથી બાબા, ઝીશાન…
નવી દિલ્હી,: નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. જેમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ જેવી મોટી જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે બજેટ ૨૦૨૫ પર કોંગ્રેસ સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. બજેટ પર કટાક્ષ કરતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ગોળીના ઘા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે મોટા ફેરફારોની જરૂર હતી. પણ આ સરકાર વિચારોની બાબતમાં નાદાર છે.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ઠ પર પોસ્ટ કરતા કહ્યું કે, નાણામંત્રી ર્નિમલા સીતારમણે…
MSME સેક્ટરના વિકાસ માટે ક્રેડિટ ગેરંટી કવરને માઈક્રો અને એન્ટરપ્રાઈઝીસ માટે ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવામાં આવશે નવી દિલ્હી, તા.૧ નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બજેટમાં ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. હવે વર્ષે ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ઈનકમ ટેક્સ નહીં આપવો પડે. આ વ્યવસ્થા નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કરાઈ છે. આ પહેલા ૭ લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શનને ૭૫,૦૦૦ હજાર રૂપિયા જ રખાયું છે. આ હિસાબે નવા ટેક્સ રિજિનનો વિકલ્પ પસંદ કરનારા માટે ૧૨.૭૫ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. તે ઉપરાંત ઈનકમ ટેક્સ રિટર્નને હવે ૪ વર્ષ સુધી…
બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબ જેવા હવાલાબાજાે પાસે દુબઇ સહિત અન્ય દેશોના સીમકાર્ડો કઇ રીતે આવ્યા? (સિટી ટુડે) સુરત,તા.૩૧ સમગ્ર ગુજરાતમાંથી હવાલાના કૌભાંડીઓ દ્વારા હવે નવી તરકિબ મુજબ યુએસડીટી, આરએમબી અને ચમકના નામે મસમોટા હવાલાને અંજામ આપવાની સાથે સાથે ગેમીંગ ફંડમાં પણ કરતબ અજમાવી રહ્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા બોગસ સીમકાર્ડ અને બોગસ એકાઉન્ટોનો ખેલ કરનારાઓને દબોચવા કમર કસી હોવાથી હવે બોગસ એકાઉન્ટોનો કામ માત્ર મોટા માથાઓ જ કરી રહ્યા છે. જેમાં બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબ જેવા અનેક મોટામાથાઓ દુબઇના મોબાઇલ નંબરથી વ્હોટ્સએપ કોલ પર સમગ્ર ખેલ પાડી રહ્યા છે. દુબઇમાં બેસી હવાલાઓનું ટોકન ફરાવનારાઓના ગોડફાધરો દ્વારા આદેશ…
સુરત, તા.૩૧ સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૧૮ની પેટા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જાેવા મળશે. સૌપ્રથમ કોંગ્રેસે, ત્યાર પછી આમ આદમી પાર્ટીએ અને આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી હતી. કોંગ્રેસ તરફથી સંજય રામાનંદી, ભારતીય જનતા પાર્ટી તરફથી જિતુ કાછડ અને આમ આદમી પાર્ટી તરફથી સુરજ આહીરે ઉમેદવારી નોંધાવી છે. પેટા ચૂંટણી બાદ જે ઉમેદવાર વિજયી થશે તેઓ દસ મહિના સુધી કોર્પોરેટર તરીકે કાર્ય કરી લોકો વચ્ચે રહેશે. ભારતીય જનતા પાર્ટીએ જિતુ મેપાભાઈ કાછડને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ ૪૬ વર્ષના અને મૂળ અમરેલી જિલ્લાના વણોટ ગામના રહેવાસી છે. શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહી આહીર…
સુરત, તા.૩૧ સુરતમાં રોગચાળાના કારણે ૨ વર્ષીય બાળકનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે,જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,૧૪ જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી અને આખરે તેણે જિંદગીનો દમ તોડી પાડયો હતો,ઉન પાટીયાના ભીંડી બજારમાં રહે છે પરિવાર. ન્યુમોનિયા એ ફેફસાંનો ચેપ છે જેના કારણે એક અથવા બંને ફેફસાંમાં હવાની કોથળીઓમાં સોજાે આવે છે. જ્યારે હવાની કોથળીઓ પ્રવાહી અથવા પરુ (પ્યુર્યુલન્ટ સામગ્રી) થી ભરાય ત્યારે કફ અથવા પરુ સાથે ઉધરસ, તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ…
