(સિટી ટુડે) સુરત,તા.૦૬ રાંદેરની સૌ થી જૂની સંસ્થા ના સેક્રેટરી વર્ષ ૨૦૨૧ માં વ્યાજે પૈસા શોધતા હતા અને ૩ વર્ષ ના સમય માં અંદાજે ૨ થી ૨.૫ કરોડ નો બંગલો બનાવી દીધો. સેક્રેટરી નો કૌભાંડો ટૂંક સમય માં બહાર આવશે? સૂત્ર થી મળતી માહિતી મુજબ પિતા પુત્ર અમેરિકા માં રમઝાન માસ માં સંસ્થા ના નામે કરોડો રૂપિયા ઉઘરાણી કરી. શુ આ કરોડો રૂપિયા હવાલા દ્વારા પૈસા ભારત માં મોકલવામાં આવ્યા એ તપાસ નો વિષય બન્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો શંકાસ્પદ ગતિવિધિ અંદાજિત ૩ કરોડ રૂપિયા ની મનીલોન્ડ્રિંગ નો કિસ્સો બહાર આવશે? હાલ વકફ ના નોટિસ અનુસાર…
Author: City Today Daily
સુરત,તા.૬ સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. ગઇકાલે (૫ ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક ૨ વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ૨૪ કલાક બાદ આજે (૬ ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી છે. સતત ૨૪ કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે. જણાવી દઈએ કે,…
નવી દિલ્હી, તા.૦૫ દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ વખતે ૫૭.૮૫% લોકોએ મતદાન કર્યું છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ મતદાન ટકાવારી ૬૩.૮૩% અને દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછું ૫૩.૭૭% મતદાન થયું. આ ભાજપના સાંસદ મનોજ તિવારીનો સંસદીય મતવિસ્તાર છે. છેલ્લા ૧૨ વર્ષમાં આ સૌથી ઓછું મતદાન છે. સીલમપુરમાં નકલી મતદાનની ફરિયાદ પર હોબાળો થયો હતો. ભાજપે આરોપ લગાવ્યો છે કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓ દ્વારા નકલી મતદાન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આપ અને ભાજપ સમર્થકો એકબીજા સાથે અથડાયા, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. બૂથ લેવલ ઓફિસરએ સ્વીકાર્યું કે અન્ય લોકોએ બીજા કોઈના નામે…
નવી દિલ્હી, તા.૫ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ મુસાફરો ૩,૦૦૦માં વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે, જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અમર્યાદિત મુસાફરી કરી શકશે. તેમજ, ૧૫ વર્ષ માટે આજીવન ટોલ પાસ ૩૦૦૦૦ માં ઉપલબ્ધ થશે. આ યોજનાના અમલીકરણ પછી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લાખો મુસાફરોને સીધો લાભ મળશે અને ટોલ પ્લાઝા પર ભીડ પણ ઓછી થશે. અહેવાલ મુજબ, આ દરખાસ્ત માર્ગ પરિવહન મંત્રાલય પાસે અંતિમ તબક્કામાં…
વોશિંગ્ટન, તા.૫ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી મેળવે અને પેલેસ્ટિનિયન લોકોને અન્ય દેશોમાં વસાવીને આ પ્રદેશનો ફરીથી વિકાસ કરે. ટ્રમ્પે કહ્યું, “અમેરિકા ગાઝા પટ્ટી પર કબજાે કરશે અને અમે અહીં કામ કરીશું. અમે તેની માલિકી લઈશું અને બધા ખતરનાક શસ્ત્રોનો નાશ કરવાની જવાબદારી લઈશું.” આ ઉપરાંત, તેમણે કહ્યું કે અમેરિકા આ વિસ્તારમાં નાશ પામેલી ઇમારતોનો કાટમાળ સાફ કરશે અને ત્યારબાદ આર્થિક વિકાસ તરફ કામ કરશે. જાેકે, ટ્રમ્પે આ યોજના પર કામ કરવાની પદ્ધતિ કે તેના સંચાલન અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી.…
સુરત, તા.૦૫ સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાતે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષાચાલક ખાબક્યો. પાલિકાકર્મીઓ બેરિકેટ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકીને જતા રહેતા અકસ્માત સર્જાયો હતો. કોર્પોરેશનની આ બેદરકારીથી ચાલકનો જીવ પણ અધ્ધર ચડી ગયો હતો. જાેકે, રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાના કારણે જાનહાનિ સર્જાઈ નથી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ સુરતના વેડ રોડ વિસ્તારમાં ખાડો ખોદીને કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાેકે, સાંજના આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાકર્મીઓ આ ખાડાની આસપાસ બેરિકેડ લગાવ્યા વગર જ નીકળી ગયા હતા. થોડા સમય બાદ તે રસ્તે જ પૂરપાટ ઝડપે એક રિક્ષા…
સુરત, તા.૦૫ સુરતના અમરોલી વિસ્તારમાં બે વર્ષનું બાળક ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બાળકના પરિવારજનો અને સ્થાનિકો ઉમટી પડ્યા છે. સ્થાનિકો દ્વારા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગેલે ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલા સમુન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉ.વ. ૨) માતા સાથે જઈ રહ્યો હતો. તે દરમિયાન ૧૨૦ ફૂટના રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાળક તેમાં પડી ગયું હતું. સાંજે ૫.૩૦ કલાકે બનેલી આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં…
ગાંધીનગર, તા.૦૪ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે મોટી જાહેરાત કરી છે. ઁસ્ મોદીનું વિઝન છે કે તમામ લોકોને સમાન હક મળે, તેને સાકાર કરવાનો છે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. ૫ સભ્યોની કમિટીની રચના કરાશે. કમિટી આ રિપોર્ટ ૪૫ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરશે. સમાન નાગરિક સંહિતા લાગૂ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. સરકારે કહ્યું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી. આ કમિટીમાં સામાજીક કાર્યકર ગીતા શ્રોફ, નિવૃત આઈએએસ સી.એલ. મીના, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, એડવોકેટ આર સી કોડેકરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. આજ બપોરે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને…
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૪ આજ રોજ ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવાની એકતરફી તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા જે ડ્રાફટીંગ કમીટીની જાહેરાત કરવામાં આવી છે તેમાં આશ્ચર્યજનક રીતે તમામ ધર્મ અને જાતિના પ્રતિનિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકારે સુરંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરી છે જે માત્ર ૪૫ દિવસમાં સંશોધન, અભ્યાસ અને ચર્ચા વિચારણા પછી પોતાનો રિપોર્ટ રજૂ કરી યુસીસી લાગુ કરવાની ભલામણ કરશે. ગેરબંધારણીય રીતે ગુજરાત સરકારે કાયદાના તજજ્ઞો, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરામર્શ કર્યા વિના એકતરફી જાહેરાત કરી છે તેનાથી સરકારની નિયત પર પ્રશ્નાર્થ ઉભો થાય છે કે રાજય સરકાર કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહિત કરવા હિન્દુ મુસ્લિમ કાર્ડ દ્વારા…
અમદાવાદ,તા.૪ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘ભાજપના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે’ તેવા નિવેદનથી ભ્રષ્ટાચારી ભાજપના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો વધુ એક વાર ખુલ્લો પડી ગયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ નીતિન પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાઈસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભાજપે તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે. ગુજરાતમાં કાંડ અને કૌભાંડમાં…
