Author: City Today Daily

અમદાવાદ,તા.૪ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘ભાજપના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે’ તેવા નિવેદનથી ભ્રષ્ટાચારી ભાજપના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો વધુ એક વાર ખુલ્લો પડી ગયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ નીતિન પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાઈસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભાજપે તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે. ગુજરાતમાં કાંડ અને કૌભાંડમાં…

Read More

સુરત, તા.૦૪ સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે ૪૮ જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી ૬ જેટલા મુસાફરોનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે ૨૭ જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે ૨૬ ઇજાગ્રસ્તોને વતન રવાના કરવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તો માટે સુરત પોલીસ દ્વારા બસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે જ આ બસમાં એક પોલીસની ટીમ પણ મોકલવામાં આવી હતી. પિતાગ રસ્તોએ જણાવ્યું હતું કે, ચારધામની યાત્રા અધૂરી રહી છે અને છ સાથીદારો અમે ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના…

Read More

સુરત, તા.૦૪ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે. ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે. કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે, મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી…

Read More

બલેશ્વર ગામના સરપંચ તલાટી સહિતના ઉચ્ચ હોદ્દેદારો આવ્યા શંકાના દાયરામાં? (સિટી ટુડે) સુરત,તા.૦૩ ૧૪મી જાન્યુઆરીના રોજ બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંંથી શંકાસ્પદ રીતે રઉજી લાડ નામના ઇસમની લાશ મળ્યા બાદ પોલીસ ફરીયાદ કે પીએમ ન કરવામાં આવતા અનેક શંકાઓએ સ્થાન લીધું હતું. ત્યારબાદ આ મામલામાં રઉજી લાડની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં કઇ રીતે આવી કે પછી રઉજી લાડ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ મૃત્યુ પામ્યા જે અંગેની તપાસ ન કરવામાં આવતા ઉચ્ચકક્ષાએથી તપાસનો આદેશ આવ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. જીલ્લા પોલીસ વડા દ્વારા આ મામલામાં તાત્કાલીક તપાસ ન કરતા આ મામલો હવે રાજનેતીક ટુલ પકડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ…

Read More

ગુજરાત,તા.૩ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો છે.  એનએસયુઆઇ દ્વારા બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-૧નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી દ્વારા ૩૦૦ રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એનએસયુઆઇ એ પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનાવેલા વોટ્‌સએપ ગ્રુપની ચેટ જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થી દ્વારા પેપર વેચવાનો દાવો કરાઈ રહ્યો છે. જે મામલે ઝડપી તપાસની પણ માગ કરાઈ છે. વાયરલ ચેટમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જાે પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પરત.…

Read More

(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩ આખાબોલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. જાહેર મંચ પરથી ફરી એકવાર નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.વેગવંતી થઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાનાં ડરણ ગામે જીવરામ નૂતન વિદ્યાલયમાં કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપનાં નામે ઘણાં લોકો દલાલી કરી રહ્યા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે. ભાજપનાં નામે તો આ બધાય કરોડપતિ થઈ ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વાર જાહેરમાં વિરોધીઓ પર શબ્દ બાણ છોડ્યા હતાં. નીતિન પટેલે રાજકારણની વાત કરતા કરતાં મોટી…

Read More

(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩ અમરેલી લેટર કાંડમાં હવે નાર્કોટેસ્ટ ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરવાવાની માંગ કરી હતી ત્યારે હવે દિલીપ સંઘાણીએ પર પોતાનો નાર્કોટેસ્ટ કરવવાનું જણાવ્યું છે. તેમણે આ લેટરકાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર તેમણે જણાવ્યું છે કે, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે.કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે…

Read More

મણિપુર,તા.૩ મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પ્રથમ વખત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની ભૂમિકા હોવાનો આરોપ મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા ઑડિયો ક્લિપ્સનો ફોરેન્સિક રિપોર્ટ મંગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૨૪ માર્ચે થશે. ઉલ્લેખનીય છે, મણિપુરમાં મે, ૨૦૨૩થી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી કથિત ઑડિયો ક્લિપ્સ મારફત આરોપ મૂકવામાં આવ્યો છે કે, મણિપુરમાં જાતિય હિંસા ભડકાવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહ જ સામેલ હતાં. બાર એન્ડ બેન્ચ અનુસાર, એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, મેં ટેપ રેકોર્ડિંગ્સની ક્લિપ રજૂ કરી છે. ટ્રૂથ લેબએ પુષ્ટી કરી છે કે,…

Read More

સુરત પોલીસ દ્વારા માત્ર નાની માછલીઓને પકડવામાં આવશે કે પછી હવાલા કૌભાંડીઓના ગોડફાધરોને પણ દબોચશે? (સિટી ટુડે) સુરત,તા.૦૨ સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડને નવુ રંગરૂપ આપી કૌભાંડીઓ ફુલી ફલી રહ્યા છે. આ કૌભાંડીઓને દબોચવા કોઇ નવી તરકીબ બનાવવી જરૂરી બની છે. હાલ સુરત પોલીસ ગડીયા ગાંઠીઓને દબોચવાનો પ્રયાસ તો કરી રહી છે પણ આ કૌભાંડીઓના મુખ્ય માથાઓને દબોચવું જરૂરી બન્યું છે. સુરત શહેર પોલીસના એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તમામ કૌભાંડીઓએ ભૂગર્ભમાં ઉતરવાનું વારો આવ્યો હતો. ફરી આવી જ કામગીરી આ કૌભાંડીઓને દબોચવા જરૂરી બની ગઇ છે. સુરત શહેરના મોટા માથાઓ ગણાતા હવાલા બાજાેમાં અસીમ, જીશાન શેખ, મહેબુબ, હબીબ…

Read More

સુરત, તા.૦૨ સુરતના સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ૫ કરોડની ખંડણી માંગી. જાેકે, આ ખંડણી પેટે ૪૫ લાખની રકમ ઉધરાવવા આવનાર ૨ ઈસમોને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ તથા ડાઈંગ મિલો આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મૂકવામાં આવે છે. આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબી ના નિયમો અનુસાર કરે છે ત્યારે સચિન…

Read More