(સિટી ટુડે) સુરત,તા.૦૧
સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા નવા-નવા પૈતરાઓ અજમાવામાં આવી રહ્યા છે. કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ હવાલાના ટોકનો મેળવવા લાગ્યા છે. જેમાં હાલ સૌથી વધુ આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલાઓ પૂરા પાડી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ કૌભાંડીઓ પાસે ઇન્ટરનેશનલ મોબઇલ નંબરો આસાનીથી મળી કઇ રીતે જાય છે? સુરતમાં બેસી દુબઇ અને અન્ય દેશોના મોબાઇલ નંબરથી લોકોને વ્હોટ્સએપ કોલ પરથી કોન્ટેક કરી બેફામ હવાલાઓ અને બક્કલ મારવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા આ કૌભાંડીઓને દબોચવા વોચ ગોઠવાઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સુરત શહેરમાંથી બાબા, ઝીશાન શેખ, હબીબ, મેહબૂબ તથા તેમના મળતિયાઓ દ્વારા બોગસ એકાઉન્ટોના ઓટીપીથી બક્કલ મારવાનું તથા ચાઇનામાં હવાલા (ઇસ્મ્) તથા દુબઇમાં દીરહમ (ચમક), યુએસડીટીના માધ્યમે સુરતથી બેસી અન્ય દેશોમાં હવાલાના ટોકનો પહોંચાડી રહ્યા છે. અન્ય દેશોમાં તેમના ગોડફાઘરો અથવા તેમના મળતિયાઓ પણ પહેલેથી ગોઠવાયેલા હોવાથી હવાલો ફેરવવા કૌભાંડીઓને આસાની મળી જાય છે. જેમાં ખાસ કરીને અડાજણ વિસ્તારના ત્રણ જેટલા કૌભાંડીઓ હાલ પણ જીલાની બ્રિજ પાસે આવેલ ખલીલ ટી સેન્ટર પર બેસી સમગ્ર ખેલને અંજામ આપી રહ્યા છે. હવે જાેવાનંુ એ રહેશે કે, સુરત પોલીસના કયાં બાહોશ અધિકારી આ કૌભાંડીઓને દબોચવા પહેલ કરશે? તે જાેવાનું રહેશે.