સુરત, તા.૨૪ સુરતના પાલ સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકા લાયસન્સ મેળવવા માટે દિવસનો સમય કાઢીને આવનારા ૨૦૦થી ૨૫૦ અરજદારો રોજના ધક્કા ખાઈને પરત ફરવા મજબૂર બન્યા છે. અપોઈન્ટમેન્ટની તારીખે લોકો સ્કૂલ, કોલેજ કે નોકરીમાંથી સમય કાઢીને ટેસ્ટ ડ્રાઈવ આપવા પહોંચે છે, પરંતુ આરટીઓના સર્વર ડાઉન હોવાને કારણે ટેસ્ટ માટે જરૂરી પ્રોસેસિંગ શક્ય બનતી નથી. પરિણામે અરજદારોને સતત પરત મોકલવામાં આવી રહ્યા છે.સુરત આરટીઓમાં રોજના દર શેનેતર દ્વિચક્રી અને ફોરવ્હીલર વાહન માટે પાકા લાયસન્સની ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે. જાેકે, છેલ્લા ત્રણ દિવસથી…
Author: City Today Daily
ગાંધીનગર,તા.૨૪ ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે. ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજાે હટાવવા જઈ રહી છે. ગુજરાતના ૧.૬૫ કરોડ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહત આપતો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ ૪૦ પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે. ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજાે સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી…
મુંબઇ,તા.૨૪ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મની લોન્ડરિંગ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના થાણે ફ્લેટનો કબજાે લઈ લીધો છે. આ મિલકત કથિત રીતે છેડતી દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઈડીએ થાણેમાં એક ફ્લેટ જપ્ત કર્યો છે. કાવાસરના નિયોપોલિસ ટાવરમાં સ્થિત ફ્લેટને માર્ચ ૨૦૨૨થી અસ્થાયી જાેડાણ હેઠળ મૂકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ મિલકત છેડતી દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં પૂછપરછ બાદ ઈડ્ઢ દ્વારા ઘણી જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૦૧૭માં, થાણે પોલીસના એન્ટિ એક્સટોર્શન સેલે કેસ નોંધ્યો હતો. જેમાં ઈકબાલ…
નવીદિલ્હી,તા.૨૪ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે.એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, લસણ એક સમયે ૪૦ રૂપિયા હતું, આજે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર પાસેથી અલગ-અલગ શાકભાજીના ભાવ પૂછી રહ્યો છે. રાહુલ સાથે મહિલાઓ પણ છે. એક મહિલા કહે છે કે સોનું સસ્તું થશે પણ લસણ નહીં. એક મહિલાએ જણાવ્યું હતું કે સલગમ જે એક સમયે ૩૦-૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા…
પાલનપુર,તા.૨૩ એક દુષ્કર્મનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી ગૂગલની મદદથી વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા પહોંચી તો વકીલ અને તેના સાથીઓએ યુવતીને જ શિકાર બનાવી દીધી. વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહી તેને ગોંધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું પણ પીડિત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાસકાંઠામાં દુષ્કર્મનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા ન્યાય મેળવવા કાનૂની સલાહ લેવા માટે ગૂગલનાં સહારે પાલનપુરના એક વકીલ પાસે પહોંચી…
સુરત, તા.૨૩ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને સૌથી વધારે કામ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે પરંતુ, હજી પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખાનગી પ્લોટ હોય કે અન્ય મિલકતોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના રૂટ પર વર્ષોથી એક ખાડો છે તે મુખ્યમંત્રીને દેખાઈ ન જાય તે માટે પાલિકા તંત્રએ આ ખાડાને સફેદ કપડાથી કોર્ડન કરી લીધો હતો. ડભોલી બીઆરટીએસ રૂટ પર લોકોની વર્ષો જૂની સમસ્યા પાલિકા હલ કરી શકતી નથી. આ ખાડો મુખ્યમંત્રી જાેઈ જાય તો શર્મસાર સ્થિતિ સર્જાય, આ કારણોસર પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી…
સુરત, તા.૨૩ રાજ્યમાં ઠંડીનું જાેર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જાેર યથાવત્ છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં બે દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતાં દિવસ દરમિયાન પણ વાહનચાલકોએ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો સાથે એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ૨૦૦ મીટરથી ઓછી થઈ જતાં ગતરોજ ૬ ફ્લાઇટ ૫ કલાક સુધી મોડી પડી હતી. તો આજે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈની ફ્લાઈટને લેન્ડ થવામાં…
નવી દિલ્હી, તા.૨૩ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કરતા હવે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે. હવે ધોરણ ૫ અને ધોરણ ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જાે તે બીજીવાર નાપાસ થાય છે તો તેને આગળ જવા દેવામાં આવશે. શાળા ધોરણ ૮ સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં. સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ ર્નિણય બાદ હવે ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ કર્યા છે. સરકારનું માનવું છે…
મુઝફ્ફરનગર, તા.૨૩ સંભલ બાદ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુસ્લિમ વિસ્તારમાં પણ ૫૪ વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર મળી આવ્યું છે. ખંડેર થઈ ગયેલા આ શિવ મંદિરને સ્વામી યશવીર મહારાજે શુદ્ધિકરણ કર્યું હતું. આ પ્રસંગે સેંકડો લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને તેઓ પણ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મંદિર વર્ષો પહેલા ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને ત્યા કોઈ પૂજા અર્ચના પણ કરવામાં આવતી નહોતી. સ્વામી યશવીર મહારાજના આહ્વાન પર સ્થાનિક સમાજે આ મંદિરને પુનરુદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો. અને સોમવારે ઔપચારિક શુદ્ધિકરણ સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું…
અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સમજ રશીદ આપી અને મનપા દ્વારા નોટીસ આપી હોવા છતાં પાર્કિંગ સંચાલકો દ્વારા બેફામ પાર્કિંગ કરાવી ઉઘરાણા કરવાતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા માંગ ઉઠી (સિટી ટુડે) સુરત, તા.૨૨ લાલગેટ મેઇન રોડ પાસે આવલ વેડીંગ શોરૂમની બાજુમાં ચાલતા મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા સંચાલક સામે સ્થાનિકો દ્વારા બ્લેક લીસ્ટ કરવા મનપામાં ફરીયાદોનો દોર શરૂ કરાયો હોવાની વિગતો સપાટીએ આવી છે. સંચાલક દ્વારા સ્લીપ આપ્યા વગર જ ગાડી પાકિર્ંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા હોવાની અનેક ફરીયાદો ઉઠતા મનપા દ્વારા હવે પગલા લેવા જરૂરી બની ગયા છે. સ્થાનિકોની વાત માનીયે…
