(સિટી ટુડે) સુરત,તા.૧૮
આજરોજ સુરત શહેરમાં સોશીયલ જસ્ટીસ ફોર ઇન્ટરનેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ પશ્વિમ બંગાળની રાજધાની કોલકત્તામાં થયેલા ડોક્ટર મોમીતા ડેબનાથ ઉપર સામુહિક દુષ્કર્મ અને ર્નિમમ હત્યા કરવામાં આવી જેના વિરોધમાં ભાગળ ચાર રસ્તાથી સૈયદપુરા પંમ્પીગ સ્ટેશન સુધીની મૌનયાત્રા કાઢવામાં આવી હતી. આ મૌન રેલીમાં સુરત શહેરના તમામ રાજકીય,સામાજિક આગેવાનો અને બંગાલી સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતા અને મૃતકને શ્રધાંજલિ પાઠવી, આરોપી ફાંસીની સજા આપવા સરકારને અપીલ કરવામાં આવી હતી.