(સિટી ટુડે) સુરત,તા.૨૫
નાનપુરાના ખંડેરાપુરામાં રહેતા માથાભારે આરીફ મીંડીના રહેઠાણ સ્થળે વીજચોરીની બાતમીના આધારે ડીસીપી ગુર્જરના આદેશથી એએસઆઇ રોહિત ભ્રમભટ્ટ સહિતની ટીમ અને અઠવા પોલીસના કાફલા સાથે ટોરેન્ટ પાવરના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અંદાજીત ૮.૫૦ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી. જેમાં ત્રણથી વધારે ઘરોમાં ચેકિંગ હાથ ધરાતા છેલ્લા કેટલાક સમયથી વીજમીટર વગર સીધા કનેકશન સાથે વીજ વપરાશ ચાલતો હોવાની વિગતો ટોરેન્ટ પાવરના વીજીલન્સ વિભાગને મળતા વીજીલન્સ વિભાગે ડીસીપી અને અઠવા પોલીસ મથકના ૧૫થી વધુ પોલીસ અધિકારીઓના કાફલા સાથે નાનપુરાના ખંડેરાપુરામાં રહેતા માથાભારે આરીફ મીંડીના રહેઠાણ સ્થળે રેડ પાડી ૮.૫૦ લાખની વીજચોરી ઝડપી પાડી હતી. દંડ કરાયેલી રકમ ૨૪ કલાકમાં જમાં કરાવવાનું પણ આદેશ આપવામાં આવ્યું હતું.