(સિટી ટુડે) નવી દિલ્હી,તા.૨૫
ઓલિયા-એ-દીન કમિટી તથા વેરાવળ પાટણ સમાજ ના તમામ પટેલો સહિત સહુ જવાબદાર આગેવાનો વતી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી રિટ પર *”સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર ભારતમાં ગેરકાયદેસર ડિમોલિશન પર સ્ટે આપતો 17 સપ્ટેમ્બર નો હુકમ અમલમાં હોવાથી હાલ કોઈ નવો હુકમ કરવાની જરૂર નથી”*
પરંતુ જસ્ટિસ ગવઇ અને જસ્ટિસ વિશ્વનાથનની ડિવિઝન બેન્ચે કપિલ સીબ્બલ સાહેબ અને હુઝૈફા એહમદી સાહેબની જબરદસ્ત કાનુની દલીલો પછી આંશિક રાહત આપતા કહ્યું *”સોમનાથમાં ડિમોલિશનથી અસરગ્રસ્ત જમીન બાબત ની આગામી ૧૧-૧૧-૨૦૨૪ સુનાવણી તથા અન્ય આદેશ સુધી વિવાદિત જમીન સરકાર હસ્તકજ રહેશે અને કોઈ પણ ત્રીજા પક્ષકારોને ફાળવવામાં આવશે નહીં”* કાનુની લડતમાં આર્થિક સહિત સંપૂર્ણ સાથ-સહકાર આપવા બદલ જમીયત ઉલમા-એ-હિંદ સહિત જમિયત ના રાષ્ટ્રીય અધ્યક્ષ – પૂર્વ સાંસદ મૌલાના મહેમુદ અશદ મદની સાહેબનો આભાર વ્યક્ત કરવા શ્રી એડવોકેટ તાહિર હકીમ સાહેબ, પ્રોફેસર શ્રી નિસાર અન્સારી સાહેબ, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય શ્રી. ગ્યાસુદ્દીન શેખ સાહેબ, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી નુસરત પંજા સાહેબ અને એડવોકેટશ્રી સાકીબ અન્સારી સાહેબે મેહમુદ મદની સાહેબની રૂબરૂ મુલાકાત કરી સમગ્ર મામલે વિસ્તાર પૂર્વક ચર્ચા વિચારણા કરી હતી.