(સિટી ટુડે) સુરત,તા.૨૫
બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ મળેલી લાશ અનેક સવાલો ઉભા કરી રહી છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું જેના કરાણે બલેશ્વર ગામના સંરપચ, ઉપસંરપચ તથા તલાટીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે સરકારી કચેરી કહેવાતી ગ્રામપંચાયતની ઓફિસમાં રવજી લાડની લાશ મળી હોવા છતાં પોલીસ ફરીયાદ કરવા કે પછી પોસ્ટમોટમ કરાવવામાં ન આવતા ભારે ચર્ચા ઉઠવા પામી છે, શું રવજી લાડના મુત્યુ પાછળનંુ કોઇ મોટું રહસ્ય તો નથીને? કે પછી પોલીસ ફરીયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું જાે કે આ મામલે બલેશ્વર ગામના તલાટીને રવજી લાડની વિશે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, તેમની લાશ ગ્રામપંચાયતની ઓફિસમાંથી મળી હતી પણ આ મામલે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી.બલેશ્વર ગ્રામપંચાયતની
ઓફિસમાં સીસીટીવી
કેમેરા માત્ર શોભાના
ગાંઠીયા સમાન
બલેશ્વર ગ્રામપંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો રવજી લાડની લાશ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતે? કે પછી રવજી લાડ જીવિત હતા ત્યારથી જ તે ગ્રામપંચાયતની ઓફિસમાં રજાના દિવસે બંધ કરી દેવામાં આવ્યા હતાં. આવા અનેક સવાલોએ બલેશ્વર ગામવાસિઓને મૂઝવણમાં મૂકી દીધા છે આ ઘટના અંગે સત્ય બહાર લાવવા પીએમઓ સહિત ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરવાના ચક્રો ગતિમાન થયા છે.
