સુરત,તા.૧૬
સુરતમાં એક નવી રીતે સાયબર ક્રાઈમ થતા હોવાની ઘટનાઓ સામે આવી છે. હવે ઠગો કોઈ ઓટીપી કે લિંક દ્વારા નહિ પણ ગે એપ્લિકેશન મારફતે લોકોને લૂંટી રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં આ પ્રકારના ચાર જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં યુવાનો દ્વારા જ ત્રણ જેટલા યુવાનોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એક છે, જ્યારે એપ્લિકેશન અલગ-અલગ છે. અત્યાર સુધીમાં આવી ત્રણ ગેંગ ઝડપાઈ ગઈ છે. જેણે નાની ઉંમરમાં જ ગે લોકોને શિકાર બનાવી લૂંટને અંજામ આપ્યો હતો. આ ગેંગમાં નાની ઉંમરે જ યુવકો જાેડાઈ ગયા, તો સાયબર એક્સપર્ટ પાસેથી જાણીએ શું સાવચેતી રાખવી જાેઈએ. આવી કોઈ ગેંગના શિકાર થયા હોય તો શું કરવું જાેઈએ.સુરતમાં અત્યાર સુધીમાં ગ્રાઈન્ડર ગે એપ, બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ ગે એપ સહિતની ગે એપથી શિકાર બનાવ્યાના ચાર કેસ નોંધાયા છે. જેમાં યુવકોને બોલાવી તેમના બીભત્સ ફોટો-વીડિયોના આધારે બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ તમામ કેસમાં ત્રણ જેટલી ગેંગ પકડવામાં આવી છે. પહેલા અમરોલી પોલીસે જે ગેંગને પકડી હતી, તેમાં એક સગીર સહિત ચાર ઝડપાયા હતા. જેમાં એક માસ્ટર માઈન્ડ રીઢો ગુનેગાર હતો. જ્યારે અન્ય પણ મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા. જેમને આ લૂંટવાના કામમાં લગાવી દેવામાં આવ્યા હતા. આ ગેંગ દ્વારા અન્ય એક યુવકને પણ શિકાર બનાવવામાં આવ્યો હતો.