બે નંબરી ધંધા જાણે ફેમિલી બીઝનેસ હોય તેમ શમીમ તેનો પુત્ર મુનાફ અને જમાઈ પણ અનેકવાર દુબઇની ટ્રીપ માણી આવ્યા છે
(સિટી ટુડે) સુરત,તા.૧૨
સુરતની યુવતીઓને લાલચ આપી કતર મોકલનાર ટોળકીમાં હાલ બેગમપુરા વિસ્તારમાં રહેતી શમીમ નામની મહિલાનું નામ ચર્ચાએ આવ્યું છે પરંતુ આ મહિલાના પરિવારના તમામ સભ્યો બે નંબરી ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગત સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.શમીમના પુત્ર મુનાફનું નામ અગાઉ સોનાની દાણચોરીમાં ખુબજ ચગ્યું હતુ અને આ કામમાં મુનાફનો બનેવી પણ સામેલ હોવાની ચર્ચાઓ સામે તપાસ પણ હાથ ધરાઇ નથી.
આ પરિવારના સભ્યોની ડી.આર.આઇ.દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો તમામના પાસપોર્ટની એન્ટ્રીઓ પરથી સમગ્ર હકીકત બહાર આવી જાય તેમ છે. મુનાફ સોનાની દાણચોરી બાદ બે નંબરી સિમકાર્ડ દુબઈ મોકલતો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે આ સાથે શમીમે રાણીતળાવ વિસ્તારના એક યુવકને દુબઈ મોકલવાની લાલચ આપી ૨૫ હજાર પડાવી લીધા હોવાની વિગત યુવકે પુરાવા સાથે જણાવી છે.હાલ શમીમ ભૂગર્ભમાં પેસી ગઈ હોવાથી મુનાફ દોડધામ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.