શહેર સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૬૧૨૨૪૦૨૦૫/૨૦૨૪ ના કામમાં N.D.P.S. એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(બી) મુજબ ગુન્હો સને ૨૦૨૪ ના અરસામાં નોંધાયેલ ગુન્હાના કામે ધરપકડ થયેલા આરોપી પાસેથી “વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન ૧૧.૯૨ ગ્રામનો મળી આવેલ હતો.” તે મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી અને તે તપાસના કામે હાલના ગુન્હાના કામે આરોપી – જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન – ૧૧.૯૨ ગ્રામ કબજે કરવામાં આવેલ અને સદર ગુન્હાના કામે આરોપી – જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓની હાલના ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રીમાન્ડ બાદ આરોપી – જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓ જ્યુડીશ્યલ કસ્ટડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે હતા.ત્યારબાદ આરોપી જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓ તર્ફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે સેશન્સ કોર્ટ, સુરતમાં રેગ્યુલર જામીન અરજી કરેલ. જે જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ, નાઓ નામંજુર કરેલ. ત્યારબાદ આરોપી- જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓ તર્ફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલ ઝફર કે. બેલાવાલા તથા રાહુલ આર. ધોલકીયા નાઓના હસ્તક જામીન અરજી દાખલ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી – જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓને તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કરતો હુક્મ કરેલ છે. આરોપી – જલાલુદ્દીન ઈસ્માઈલ શેખ નાઓ તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલશ્રી ઝફર કે. બેલાવાલા તથા રાહુલ આર. ધોલકીયા નાઓએ રજુઆતો કરેલ કરી બચાવની કામગીરી કરી રહેલ છે.