સુરત સગરામપુરા સિંધીવાડના વિસ્તારમાં મહિલાને સાસરે માં પતિ, સાસુ, સસરા,નણંદ દ્વારા શારીરિક – માનસિક ત્રાસ આપતાં અને પતિ દ્વારા પત્ની ને માર મારતા એડવોકેટ અબ્દુલ વહાબ શેખ, એડવોકેટ રહીમ શેખ અને એડવોકેટ અનીસ શેખ મારફતે સુરત મહિલા પોલીસ સ્ટેશન મા તારીખ ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ FIR કરવામાં આવી હતી
(સિટી ટુડે) સુરત,તા.૨૦
આની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ના લગ્ન આ કામના આરોપી નંબર -૧ પતિ સાકીબ બત્તીવાલા સાથે તારીખ – ૨૯/૧૧/૨૦૧૩ ના રોજ બડી મસ્જિદ સગરામપુરા મુકામે સુન્ની હનફી મુસ્લિમ શરીઅત અને રીતિરિવાજ પ્રમાણે વિધિસર થયેલ હતા. લગ્ન બાદ ફરિયાદી પત્ની ને પિયર તરફ થી મળેલ દહેજ નો સર સામાન, દર દાગીના, ફર્નિચર વગેરે લઇ ઘણીયાણી તરીકે આરોપીના ઘરે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયેલ ત્યાં ફરિયાદી પત્ની આ કામ ના આરોપી નંબર-૧ થી ૪ રહેલ હતા. આ આરોપીઓ એ ફરિયાદી પત્ની ને ફક્ત ૧૫ દિવસ સારી રીતે રાખેલ હતા અને ત્યારબાદ થી આ કામના આરોપીઓ ફરિયાદી પત્ની ને દહેજ બાબતે મેણાટોણા મારતા હતા. આ કામના ફરિયાદી ને આરોપીઓ માનસિક ત્રાસ આપતાં આવેલ અને તે અરશા માં ફરિયાદી પત્ની ને જાણવા મળેલ કે આ કામના આરોપી નંબર -૧ સાકીબ બત્તીવાલા નું સબા શેખ નામની સ્ત્રી સાથે અફેર ચાલી આવેલ છે.જે કારણે આરોપી પતિ સાકીબ બત્તીવાલા ફરિયાદી પત્ની સાથે ખોટી રીતે ઝઘડો કરવા લાગેલ હતા. અને ફરિયાદી પત્ની ને મારઝૂડ કરતા હતા અને ફરિયાદી ને ઘરે થી કાઢી મુકેલ હતા.તે સમયે ફરિયાદી મહિલા ના માતા-પિતા એ સમાજ માં વાત કરતા અને સમાજની મધ્યસથી થી આ કામના આરોપી સાકીબ બત્તીવાલા થી અમારો સાતમા માસનો ગર્ભ રહેલ ત્યારે પોતાની સાથે અમારા સાસરિયે તેડી ગયા હતા. તે અરશા માં ફરિયાદી મહિલા ને જાણવા મળેલ કે આ કામના આરોપી સસુર મુનીર બત્તીવાલા એ ફરિયાદી મહિલા ના સોના દાગીના ફરિયાદી મહિલા ની પરવાનગી વિના વેચી નાખેલ અને તે પૈસા પણ વાપરી નાખેલ હતા તે અંગે ની જાણ ફરિયાદી મહિલા ને થતા આ કામના આરોપીઓ એ ફરિયાદી ને ડિલિવરી માટે મહિલા ના પિયરમાં મોકલી આપેલ અને ત્યાર બાદ તારીખ ૧૪/૦૬/૨૦૧૫ ના રોજ બાળક ઉષ્માનગની નો જન્મ થયેલ હતો. ત્યાર પછી ફરિયાદી આરોપી ઓ ના ત્યાં સસુરાલ માં સાથે રહેવા ગયેલા ત્યાર પછી ફરી આરોપી સાકીબ બત્તીવાલા સબા શેખ નામની સ્ત્રી સાથે ફોન વાતચીત કરતા હતા. આ વાત ફરિયાદી પત્ની એ સાસ અને સસુર ને કરતા આ કામના આરોપી પતિ ને કઈ પણ નસિહત કરતા ન હતા. બલ્કે ફરિયાદી પત્ની માર મારતા આવેલ અને ફરિયાદી ને ઘરે થી કાઢી મુકવાની અને ફારગતી આપી દેવાની ધમકીઓ આપતા આવેલ. પરંતુ ફરિયાદી મહિલા ગરીબ ઘર ની દીકરી હોય અને પોતાનું લગ્ન જીવન આબાદ કરવા માંગતી હોય જેથી ફરિયાદી આ કામના આરોપીઓ નો ત્રાસ મૂંગે મોઢે સહન કરતા આવેલ હતા. અને આરોપી પતિ થકી ફરિયાદી મહિલા ને ગર્ભ રહેલ હતો. ત્યાર બાદ ૨૦૧૭ ના વર્ષ માં બીજા બાળક સેહાબ નો જન્મ થયેલ હતો.
ફરિયાદી એ આરોપી પતિ ને ડિલેવરી ખર્ચ નું કેહતા તે ખૂબ ઉશ્કેરાય ગયેલ અને બાળક ને જાેવા આવેલ નહીં. જેથી ડિલેવરી નો ખર્ચ ફરિયાદી ના પિયર પક્ષના એ કરેલ હતો. ત્યાર બાદ થોડા સમય ફરિયાદી પિયર મુકામે રોકાયેલ હતા. ત્યાર બાદ કામના આરોપી પતિ એ ફરિયાદી અને બન્ને બાળકો ને સારી રાખવા ની મૌખિક બાહેંધરી આપેલી.આ કામના આરોપી પતિ ફરિયાદી મહિલા ને ૧.૫ વર્ષ સુધી ભાડા ના મકાન માં લઇ રહેવા લાગેલ હતા. પછી આરોપી મકાન ના હોલ ના સોફા પર મોડી રાત સુધી બેસી ફરી સબા શેખ નામની સ્ત્રી સાથે વિડિઓ કોલ પર વાત કરતા હતા. અને ફરીયાદી એ આરોપી પતિ ને તેમ કરવાની ના પાડતા આરોપી પતિ એ ફરિયાદી ને મારમારેલ અને આરોપી પતિ એ ફરિયાદી પત્ની ને બાળકો સાથેઘર થી બહાર કાઢી મુકેલ જેથી પિયર મુકામે રેહવાની ફરજ પડી હતી. ત્યાર પછી અમો ફરિયાદી સાથે પાછુ રહેવા લાગેલ અને આરોપી પતિ થકી અમો ફરિયાદી ત્રીજાે ગર્ભ રહેલ હતો. તે સમયે આરોપી પતિ ફરિયાદી પત્ની ની સારસંભાળ ન રાખતા હતા. મોટા ભાગે મુંબઈ મુકામે જતા રહેતા હતા. ફરિયાદી ને મુંબઈ મુકામે જાય ત્યારે આરોપી પતિ સબા શેખ નામની સ્ત્રી સાથેના ફોટા તથા વિડિઓ મોકલતા હતા. તેથી સાસરે માં ફરિયાદી મહિલા ને શારીરિક અને માનસિક ત્રાસ આપતા એડવોકેટ અબ્દુલ વહાબ શેખ, એડવોકેટ રહીમ શેખ અને એડવોકેટ અનીસ શેખ મારફતે સુરત મહિલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવી હતી.