સુરત, તા.૨૪
સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ પોલીસ કમિશનર દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી રહી છે અને તે અંતર્ગત રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી પણ સમયાંતરે કરવામાં આવી રહી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પાસા કરવામાં આવી રહ્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતાં. જે અંતર્ગત તમામ આરોપીઓને છેલ્લા ૨ દિવસમાં પાસા હેઠળ અટકાયતી પગલાં લઇ રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપીઓ સુરતમાં બળજબરીથી નાણા કઢાવવું, વાહન ચોરી, મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલ હતા. આરોપીઓને અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાસા હેઠળની કામગીરી કરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તે પહેલા તેને રોકી લેવા માટે પણ સુરત પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. જેમાં કેટલીક આવશે તેમને સફળતાઓ પણ મળી છે. ખાસ કરીને વ્યાજખરીથી લઈને જબરજસ્તી રૂપિયા પડાવી લેવા, મારામારી છેડતી જેવા પ્રયાસોને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગથી લઈને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન હદમાં રીઢા ગુનેગારો ઉપર નજર રાખવા. તેમજ અસામાજિક તત્વો ઉપર લગામ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.