- ગમે તેટલો વિરોધ થાય છતાં પણ હું નવા વકફ એક્ટ રદ કરવાનો મુદ્દો ઉપાડતો રહીશ… તેમજ ઈવીએમનો વિરોધ કરી બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ કરાવવાની માંગ માટે આંદોલન કરતા રહીશુંઃ ડો. ઉદિત રાજ
- ખડગે, રાહુલ, પ્રિયંકાનું અનુકરણ કરી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સંયુક્ત રીતે સંસદથી સડક સુધી મુસ્લિમ સમાજને કટ્ટરવાદી સંગઠનો દ્વારા પ્રતાડિત કરવા બાબતે અવાજ ઉઠાવેઃ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
(સિટી ટુડે) અમદાવાદઃ દલિત, ઓબીસી, માઈનોરીટી અને આદિવાસી, (ડોમા પરિસંથ) ના અધ્યક્ષ ડો. ઉદિત રાજના નેજા હેઠળ ગત તા. ૧લી ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ નવી દિલ્હી – રામલીલા મેદાન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક લાખ કરતાં વધુની સંખ્યામાં લોકો જાેડાયા હતા. સંમેલનને મુખ્યરુપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે જીએ સંબોધિત કર્યું હતું.
- ખડગેનું વકતવ્ય
આજે ભારતમાં તમામ જગ્યાઓ ઉપર પુરાતત્વ વિભાગ – એએસઆઈ ના લોકો દરેક મસ્જીદો અને દરગાહો ઉપર જઈને અહીંયા પહેલા મંદિર હતું હવે મસ્જીદ કેમ થઈ ગઈ એવુ કહી રહ્યા છે. એક બે નહી પરંતુ સેંકડો જગ્યાએ અવાજ ઉઠયો છે કે આજે મસ્જીદની નીચે મંદિરના અવશેષો છે. પરંતુ ૨૦૨૩ માં આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું કે, અમારું લક્ષ રામ મંદિર બનાવવાનું હતુ તે પૂર્ણ થયું છે. દરેક મસ્જીદ નીચે શિવાલય શોધવું એ તદ્દન ખોટું છે. હવે ભાજપ અને આરએસએસ સહિત કટ્ટરવાદી સંસ્થાઓના લોકો જ આવુ કહી રહ્યા છે કે આ મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે. શોધો… કેટલું શોધશો. ભારતની સંસદે ૧૯૯૧ માં વર્શીપ એક્ટનો કાયદો બનાવ્યો કે જે ૧૯૪૭ માં ધર્મસ્થાનો ની યથાસ્થિતિ હતી તે પ્રમાણે જ સ્ટેટસને મેઈન્ટેન રાખવા માટે કાનૂન બનાવવામાં આવ્યું તો પછી આજે તમે કેમ ખોદકામ કરીને અશાંતિ ઉભી કરી રહ્યા છો. આપણે સહુ ભારતીયો તો એક જ છીએ. પ્રધાનમંત્રી કહે છે કે એક રહો- સેફ રહો. તો પછી નાગરિકોને કેમ સેફ રહેવા નથી દેતા. બટેંગે તો કટેંગે ની વાત કરવાવાળા જ આજે સમાજને વહેંચી રહ્યા છે અને વહેંચવા વાળા પણ તમે છો અને કાપવા વાળા પણ તમે જછો.
તમારા નેતા મોહન ભાગવત પોતે જ કહે છે કે હવે બસ – રામ મંદિર બની ગયુ હવે મસ્જીદે મસ્જીદે કોઈ શિવાલય શોધવાની જરુર નથી. જાે બીજેપીના લોકો મોહન ભાગવતની વાતને માને છે, સ્વયં પ્રધાનમંત્રી મોદી સાહેબ માને છે, સ્વયં ગૃહમંત્રી અમિત શાહ માને છે. આરએસએસ અને મોહન ભાગવતના જાેરે સત્તામાં આવો છો. બીજી તરફ તમે એમનું કહ્યું માનતા નથી. હું કહીશ કે મુખ માં રામ અને બગલમાં છરી. એક બાજુ તમે એક રહેવાની વાત કરો છો અને બીજી તરફ તો લોકોને વહેંચો છો. માટે અમો જે લોકો દેશને નુકસાન પહોંચાડી દેશના સંવિધાનને તોડવાની વાત કરે છે. દેશમાં કાયદાનું રાજ પુનઃ સ્થાપિત કરવા કોંગ્રેસ તો હંમેશા લડતો જ રહેશે. - ડો. ઉદિત રાજનું વકતવ્ય
જેવી રીતે હિન્દુ એન્ડુરમેન્ટ ટ્રસ્ટ હોય છે તેમ કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ છે, જે સરકાર દ્વારા બનાવવામા આવેલ છે તેવી જ રીતે વકફનું પણ અસ્તિત્વ છે, વકફ કોઈ કોંગ્રેસના સમયથી નથી. સને ૧૯૨૧ માં અંગ્રેજ સરકારે પ્રથમ વખત સર્વે કરાવ્યું હતું કે દેશમાં વકફની કેટલી મિલકત છે. મેં વકફનો મુદ્દો ઉપાડયો ત્યારે મારા કેટલાક સાથી અસહજ થઈ ગયા. આરએસએસ અને બીજેપી ના કેટલાક લોકો આરએસએસના લોકો અમારી વચ્ચે છે. તેમણે કહ્યું કે જાે તમો વકફના મુદ્દા વિશે વાત કરશો તો અમો સંમેલનમાં નહી આવીએ. તો મેં કહ્યું કે તમારી મરજી તમે ના આવો પરંતુ વકફનો મુદ્દો જાેડવામાં આવશે જ અને દલિત, માઈનોરીટી, આદિવીસી અને ઓબીસી એકજુટ થશે અને ૮૫ ટકાને એક કરીને જ જંપીશું. ૨૦૨૦-૨૧ માં વકફ પ્રોપર્ટીનો સર્વે થાય છે ત્યારે શું કોંગ્રેસની સરકાર હતી. કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ટ્રસ્ટ બની શકે છે, તો વકફ બોર્ડ કેમ નહી. કોણ ખતરામાં છે. સંવિધાન કહે છે કે મને બચાવો અને ઈવીએમ કહે છે કે મને હટાવો. ડોમા પરિસંઘના રાષ્ટ્રીય ચેરમેન ઉદિત રાજે રેલીને સંબોધિત કરતા કહ્યુ હતું કે, આજે રામલીલા મેદાન ખાતેથી એલાન કરવામાં આવે છે કે ૮૦ઃ૨૦ કરનારાઓને ૮૫ઃ૧૫ દ્વારા જવાબ આપવામાં આવશે. દલિત, ઓબીસી, આદિવાસીઓની સંખ્યા દેશમાં ૮૫ ટકા છે અને તેઓ અઁદરો અંદર એકબીજાના અધિકારોને છીનવી નથી લેતા. જાતિવાદી તેમજ મનુવાદી તાકતો આમને અંદરો અંદર ઝઘડાવતા રહે છે. ડો. ઉદિત રાજે કહ્યું કે, શું મંડલનો વિરોધ મુસલમાનો એ કર્યો? શું મુસ્લિમોએ મંડલની વિરોધમાં કોઈ રથયાત્રા નીકાળી? શું મુસલમાનો જાતિ જનગણનાનો વિરોધ કરી રહ્યા છે? પ્રતિદિન ૬ દલિત મહિલા ઉપર બળાત્કાર થાય છે, શું મુસલમાનો દ્વારા બળાત્કાર કરવામાં આવે છે? ૨૦૧૮ ની લેટરલ એન્ટ્રીના માધ્યમથી આઈએએસ ની ભરતી થઈ રહી છે, પરંતુ તેમાં દલિત અને ઓબીસીની અનામત નહોતી. શું આ અધિકાર પર મુસલમાનોએ કાપ મૂક્યો? નિષ્કર્ષ એ નીકળે છે કે દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટી એક થાય અને સંવિધાન તેમજ આરક્ષણની રક્ષા કરે. જાતિ જનગણના માટે સંઘર્ષ કરે, ઈવીએમ ના સ્થાને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજાય. આરક્ષણની મર્યાદા ૫૦ ટકાથી વધુ કરવામાં આવે. અમોએ સંવિધાન બચાવવાની કસમ ખાધી છે. સંવિધાન ખતરામાં છે. જ્યારે જાતિ ધર્મ ને દૂષિત કરીને બીજાનું ઘર તોડવામાં આવે છે અને ન્યાય પાલિકાની પ્રક્રિયાને બાયપાસ કરવામાં આવે છે ત્યારે સંવિધાન ખતરામાં તો અહીંયા જ છે કે ન્યાય પાલિકાનો કોઈ મતલબ જ નથી જયારે સરકારના ત્રણ અંગ છે. ન્યાય પાલિકા, કાર્ય પાલિકા અને ધર્મનિરપેક્ષતા. સંવિધાન ખતરામાં છે કે આજે બોલવાની આઝાદી નથી. ચૂંટણી પંચ પોતાની ભૂમિકા અદા નથી કરી શકતું. આજે પત્રકારો પાસે થી બોલવાની આઝાદી છીનવી લેવામાં આવી છે. જાતિ જનગણના માટે હું કહીશ કે મેં ઓબીસી અને એસસી એસટી ને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે ૮૦ઃ૨૦ કરનારાઓને ૮૫ઃ૧૫ દ્વારા જવાબ આપવામાં આવશે. દલિત, ઓબીસી, આદિવાસીઓની સંખ્યા દેશમાં ૮૫ ટકા છે અને તેઓ અઁદરો અંદર એકબીજાના અધિકારોને છીનવી નથી લેતા. જાતિવાદી તેમજ મનુવાદી તાકતો આમને અંદરો અંદર ઝઘડાવતા રહે છે. ડો. ઉદિત રાજે કહ્યું કે, શું મંડલનો વિરોધ મુસલમાનો એ કર્યો? શું મુસ્લિમોએ મંડલની વિરોધમાં કોઈ રથયાત્રા નીકાળી? શું મુસલમાનો જાતિ જનગણનાનો વિરોધ કરી રહ્યા છે? પ્રતિદિન ૬ દલિત મહિલા ઉપર બળાત્કાર થાય છે, શું મુસલમાનો દ્વારા બળાત્કાર કરવામાં આવે છે? ૨૦૧૮ ની લેટરલ એન્ટ્રીના માધ્યમથી આઈએએસ ની ભરતી થઈ રહી છે, પરંતુ તેમાં દલિત અને ઓબીસીની અનામત નહોતી. શું આ અધિકાર પર મુસલમાનોએ કાપ મૂક્યો? નિષ્કર્ષ એ નીકળે છે કે દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટી એક થાય અને સંવિધાન તેમજ આરક્ષણની રક્ષા કરે. જાતિ જનગણના માટે સંઘર્ષ કરે, ઈવીએમ ના સ્થાને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજાય. આરક્ષણની મર્યાદા ૫૦ ટકાથી વધુ કરવામાં આવે. ડો. ઉદિત રાજ જી નું ડોમા નું મહાસંમેલન અંધકારમાં એક આશાનું કિરણ લઈને આવ્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં દલિત, મુસ્લિમ, આદિવાસી, ઓબીસી સાથે મળીને કામ કરીશું. - ગ્યાસુદ્દીન શેખનું વકતવ્ય
ડો. ઉદિત રાજ જી એ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જી ના અંતિમ પ્રવચન પહેલા ગ્યાસુદ્દીન શેખ પાસે પ્રવચન કરાવીને તેમને અભૂતપૂર્વ સન્માન આપવામાં આવ્યું. ડોમા ના અધ્યક્ષ ડો. ઉદિત રાજે મંચ પરથી ગ્યાસુદ્દીન શેખને આવકારતાં કહ્યું હતું કે, જે લોકો અહીં દિલ્હીમાં ન કરી શક્યા તે કામ ગ્યાસુદ્દીન શેખે ગુજરાતમાં બેસીને કરી બતાવ્યું છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને ખાસ અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા તેમણે સંબોધનમા કહ્યુ કે, દલિત, ઓબીસી, માઈનોરીટી અને આદિવાસી સંગઠનોનો ફેડરેશન ડોમા ની રેલી યુનિટી ઈન ડાયવરસિટી નું પ્રતિક બની છે અને સમગ્ર ભારત દેશમાંથી લોકો સામેલ થયા છે. રેલીમાં ગ્યાસુદ્દીન શેખે પ્રવચન કરતાં કહ્યું કે, આજના ડોમા પરિસંથમાં ઉપસ્થિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, ડોમાના અધ્યક્ષ ઉદિત રાજ અને અહી ઉપસ્થિત અમદાવાદ તેમજ ગુજરાતમાંથી આવેલા મારા સાથી લોકોનું હું અભિવાદન કરું છું. આજે દેશમાં સંવિધાનની ધજજીઓ ઉડાડવામાં આવી રહી છે અને ષડયંત્રના ભાગરુપે લઘુમતી મુસ્લિમ સમાજને પ્રતાડિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સંઘ અને ભાજપ ના લોકો દ્વારા મુસ્લિમ સમાજને અછૂત બનાવવાનું કામ થઈ રહ્યું છે. આજે આપણે જાેઈએ છીએ કે જેવી રીતે લોકસભાના પરિણામો આવ્યા અને ૪૦૦ ઉપરની વાતો કરનારા આજે ૨૪૦ સીટ ઉપર સીમિત થઈ ગયા એનું કારણ એ છે કે દેશના બહુજન સમાજ અને મુસ્લિમ સમાજે એક થઈ ને મતદાન કર્યું અને ભાજપને ૨૪૦ સીટ સુધી સિમીત કરી દીધા. લોકસભાના પરિણામો થી ભયભીત થઈને ભાજપ દ્વારા મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ કશ્મીર અને ઝારખંડની ચૂંટણીઓ જીતવા માટે વકફનો મુદ્દો લાવીને સમગ્ર દેશમાં ધ્રુવીકરણની રાજનિતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વયં પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને તેમના મુખ્યમંત્રીઓ દ્વારા દેશમાં ભડકાઉ ભાષણો આપી ધ્રુવીકરણની રાજનિતી કરી ચૂંટણીઓ જીતવાની મેલી મુરાદ રાખવામાં આવે છે. જ્યારે જ્યારે સંવિધાનની રક્ષા, રુલ ઓફ લો અને સામાજિક ન્યાયની વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે ભાજપ દ્વારા ધાર્મિક ધ્રુવીકરણની રાજનિતી શરુ કરવામાં આવે છે. મંડલ કમિશન લાગુ થયું તે વખતે પણ અડવાણીજીએ સોમનાથ થી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી દેશને આગમાં ધકેલવાનું કામ કરવામાં આવ્યું. ખડગેજી અને રાહુલ જી એ જાતિ જનગણનાની વાત કરી, ૫૦ ટકા અનામત વધારવાની વાત કરી, સામાજિક ન્યાયની વાત કરી તેવા સમયે ભાજપે સમગ્ર દેશમાં ધ્રુવીકરણની રાજનિતી ને વધુ વેગ આપવા વકફનો મુદ્દો ઉછાળી સાથોસાથ બેફામ ભડકાઉ ભાષણો આપવામાં આવી રહ્યા છે. હું કહીશ કે જયારે મુસ્લિમ સમાજને ચારે બાજુથી ઘેરીને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, મુસ્લિમ સમાજની વાત સાંભળવા કોઈ તૈયાર નથી, ત્યાં સુધી કે સેક્યુલર પાર્ટીઓ પણ મુસ્લિમ સમાજના મત લઈને પણ મુસ્લિમ સમાજ વિશે વાત કરવાથી અંતર રાખે છે. ગ્યાસુદ્દીન શેખે સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે, રાહુલજી એ ભારત જાેડો યાત્રા કાઢી હતી તે સંવિધાન બચાવવાની હતી, આરએસએસ અને ભાજપ ની નિતીઓ વિરુદ્ધ હતી. મુસ્લિમ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેજી, રાહુલ ગાંધી જી, સુપ્રિયંકા ગાંધી જી, જેવી રીતે મુસ્લિમ સમાજના ઈસ્યુ ઉપર ખૂલીને બોલે છે પરંતુ ઈન્ડિયા ગઠબંધન અને અન્ય પાર્ટીના નેતાઓ કે જેમણે મુસ્લિમોના મત લીધા છે (૧) અખિલેશ યાદવ જી (૨) મમતા બેનરજી (૩) અરવિંદ કેજરીવાલ (૪) શરદ પવાર જી (૫) ઉદ્ધવ ઠાકરે (૬) એમ.કે. સ્ટાલિન (૭) હેમંત સોરેન (૮) લેફટ પાર્ટી. હાલમાં લોકસભાનું સત્ર ચાલુ છે ત્યારે હું વિનંતી કરુ છું કે રાહુલ ગાંધી જી ની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને કે આજે દેશમાં મુસ્લિમો અને લઘુમતીઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે બાબતે લોકસભા અને રાજ્યસભામાં તેઓના પ્રશ્નોને વાચા આપે. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જી ની ઉપસ્થિતિમાં ગ્યાસુદ્દીન શેખે બેબાક પ્રવચન કરતાં કહ્યું કે, મુસ્લિમ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેજી, રાહુલ ગાંધી જી, સુપ્રિયંકા ગાંધી જી, જેવી રીતે મુસ્લિમ સમાજના ઈસ્યુ ઉપર ખૂલીને બોલ્યા છે તે બાબતે આભાર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષની ઢબે ઈન્ડિયા ગઠબંધન અને પાર્ટીના અન્ય નેતાઓ પણ મુસ્લિમો વિશે ખુલીને બોલે એવી અપીલ કરી હતી. મંચ સંચાલન સતિષ કુમાર સાંસી, રાષ્ટ્રીય કોઓર્ડીનેટર પ્રો. રવિ મહિન્દ્રા, રાષ્ટ્રીય મહાસચિવે કર્યુ હતું. રેલીના વિશિષ્ટ અતિથિ નેપાળના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી ઉપેન્દ્ર યાદવ, સાંસદ તારિક અનવર, ગુરદીપ સપ્પલ, સાસંદ મનોજ કુમાર, દિલ્લી કોંગ્રેસના પ્રભારી કાઝી નિઝામુદ્દીન, ડોમા પરિસંઘના દિલ્હી કોઓર્ડીનેટર એડવોકેટ શાહીદ જી, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, હરિયાણાના ધારાસભ્ય મામન ખાન, હરિયાણાના ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય આફતાબ આલમ, દિલ્હી હજ કમિટીના પૂર્વ ચેરમેન પરવેઝ મિયાંએ સંબોધન કર્યુ હતું. મંચ ઉપર ગુજરાતના મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમા, અનસ સંધી, સાજીદ વલી સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ડોમા પરિસંઘ ના સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો અને લોકોએ ભાગ લીધો.