સુરત, તા.૦૫
સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાતે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષાચાલક ખાબક્યો. પાલિકાકર્મીઓ બેરિકેટ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકીને જતા રહેતા અકસ્માત સર્જાયો હતો. કોર્પોરેશનની આ બેદરકારીથી ચાલકનો જીવ પણ અધ્ધર ચડી ગયો હતો. જાેકે, રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાના કારણે જાનહાનિ સર્જાઈ નથી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ સુરતના વેડ રોડ વિસ્તારમાં ખાડો ખોદીને કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાેકે, સાંજના આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાકર્મીઓ આ ખાડાની આસપાસ બેરિકેડ લગાવ્યા વગર જ નીકળી ગયા હતા. થોડા સમય બાદ તે રસ્તે જ પૂરપાટ ઝડપે એક રિક્ષા નીકળી. જાેકે, ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાના કારણે રિક્ષાચાલક તે રસ્તે જ આગળ ગયો ને ખાડામાં ખાબક્યો. સદ્દનસીબે આ અકસ્માત સમયે રિક્ષામાં કોઈ જ પેસેન્જર નહોતું. આ અકસ્માતમાં રિક્ષાચાલક સામાન્ય ઈજાગ્રસ્ત થયો હતો. જાેકે, આ ઘટનાથી મનપાની બેદરકારી સામે આવી છે.