સુરત, તા.૦૮
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત વોર્ડ પ્રમુખોને પણ આગામી દિવસોમાં જવાબદારી સોંપવા માટેની અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે સૌથી વધુ પ્રયાસ કરે છે અને તેના આધારે જ ચૂંટણી મેદાનમાં લડતી હોય છે. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોર્ડ સુધીનું સંગઠન મજબૂત બને તેના માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીની નિરીક્ષકોની ટીમ બે દિવસથી સુરત કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા કરી રહી છે. વોટ પ્રમુખ બનવા ઇચ્છતા ભાજપના યુવા ચહેરાઓને સ્થાન આપવા માટેની તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે ૮૭ જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને આજે સાંજે જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવે તેવી શક્યતા છે. એક અંદાજ પ્રમાણે ૨૦૦ જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે. જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં સાંસદ, ધારાસભ્ય માટે પ્રક્રિયા ચાલતી હતી. તેવી રીતે હવે પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે આવેલા રાકેશ શાહે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે વોર્ડ પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વડા પ્રમુખ માટે ૪૦થી ૪૫ વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. વોર્ડ પ્રમુખ તરીકે પુરુષ કે મહિલા કોઈ પણ હોઈ શકે છે તમામ જે ક્રાઈટેરિયામાં આવતા હોય એ લોકો અહીં રજૂઆત કરી રહ્યા છે.
ઉમેદવારી પત્ર પણ ભરવાની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે. કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, બોર્ડ પ્રમુખની જવાબદારી ખૂબ જ મહત્ત્વની હોય છે કારણ કે આખા વોર્ડના સંગઠની જવાબદારી તેના શિરે હોય છે.