નવી દિલ્હી, તા.૧૯
ર્નિભયા સામુહિક દુષ્કર્મ-હત્યાની ૧૨મી વરસી પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા અંગે માર્ગદર્શિકા બનાવવા અને કાયદામાં સુધારો કરવા સહિતની ૨૦ માંગણીઓ કરાઈ હતી.
જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બેંચે આ અરજી પર કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે.મહિલા વકીલોના સંગઠન સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશન (જીઝ્રઉન્છ)એ અરજીમાં જાહેર ઇમારતો અને સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, ઓનલાઈન પોર્નાેગ્રાફિક અને ઓટીટી અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
જીઝ્રઉન્છના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પવાણીએ જણાવ્યું હતું કે ર્નિભયાથી અભયા (કોલકાતાની આરજી કર દુષ્કર્મ-હત્યા પીડિતા)માં કંઈ બદલાયું નથી. સડકથી લઈને ઘર સુધી મહિલાઓ પર દુષ્કર્મ થઈ રહ્યો છે. ર્નિભયા કેસ બાદ કાયદા કડક બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનો અમલ થયો નથી.તેમણે નેશનલ સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટ્રી જેવું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાની માંગ કરી છે.