(સિટી ટુડે) સુરત,તા.૦૫
ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, સરોજકુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા હાલ નજીકના દિવસોમાં મકરસંક્રાતિનો તહેવાર આવતો હોય જેથી અત્રેના પ.રે.વડોદરા યુનીટના રેલ્વે સ્ટેશનો ઉપર પેસેન્જરોની ખુબજ ભીડભાડ રહેવાની શક્યતા રહેલ હોય જેથી રેલ્વે સ્ટેશનો ઉપર સતત પેટ્રોલીંગ વોંચ રાખી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની તથા તેઓના કિંમતી સરસામાનની સલામતી રાખવા વધુમાં વધુ પેટ્રોલીંગ કરવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ.
જે આધારે પોલીસ ઇન્સપેકટર, ટી.વી.પટેલ, એલ.સી.બી.૫.રે.વડોદરા નાઓની સુચના અને પોલીસ સબ ઇન્સપેકટર, એમ.બી.વાઘ, એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પ.રે.સુરતના એ.એસ.આઇ. લાલાભાઇ કોહ્યાભાઇ તથા પો.હેડ.કોન્સ. મહેશકુમાર માલજીભાઇ, પો.કોન્સ. સચીન બાજીરાવ, સંજયકુમાર શાહરભાઇ નાઓ કોલડિટેઇલ્સની તપાસમાં રહી ટેકનીકલ એનાલીસીસના જાણકાર પો.હેડ.કોન્સ. શૈલેષભાઇ વિરાભાઇ એલ.સી.બી.૫.રે.વડોદરાનાઓની મદદથી એક ઇસમ નામે – સકીલ એહમદ S/O અબ્દુલવહાબ જાતે. અંન્સારી ઉ.વ.૧૯ ધંધો. સિલાઇ મશીન ચલાવવાનો રહે. બિલ્ડીંગ નં. ૧૦૦ અમન સોસાયટી જીવન જ્યોત સિનેમા પાછળ ઉધના સુરત. મુળ. રહે. ગામ. હાજીપુર થાના .જીલ્લો. કતીહાર બિહારવાળાને પકડી તેની અંગઝડતીમાં એક ગ્રે કલરનો બોડીવાળો Redmi Note-ii Pro 5G કંપનીનો મોડલ નં.૨૨૦૧૧૧૬જીૈં નો મો.ફોન કિ.રૂ.૨૦,૯૯૯/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ તા.૦૫/૦૧/૨૦૨૫ ના કલાક ૧૫/૪૫ વાગે અટક કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે મો.ફોન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે.