સુરત, તા.૧૭
સુરત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પલેક્ષમાં ૬ નવેમ્બર ની સાંજે આગ લાગતા ગુંગળામણને કારણે બે મહિલાઓના કરુણ મોત નીપજવાની ઘટનાના પગલે ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્પા સંચાલકની સાપરાધ મનુષ્યવધના એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ , ૧૧૦ મુજબ નો ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસ કરનાર એસીપી વિજય મલ્હોત્રાએ મોડે મોડે પણ બિલ્ડીંગના આકિર્ટેક હરેશ મહાદેવવાળા નું નિવેદન લીધું હતું. નિવેદનમાં મહાદેવ વાળાએ જણાવ્યું હતું કે શિવપૂજા કોમ્પલેક્ષ નો પ્લાન તૈયાર કરી સુપ્રત કરી દેવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાએ બીયુસી પણ શિવભુજા કોમ્પલેક્ષના ઓર્ગેનાઇઝરોને આપી દીધી હતી.
આ કેસની વિગતો એવી છે કે, સીટી લાઈટ વિસ્તારના શિવ પૂજા કોમ્પ્લેક્સ માં અમૃતિયા સ્પા એન્ડ સલુન આવેલું છે. ૬ નવેમ્બર ના રોજ સાંજના સુમારે સ્પા એન્ડ સલૂન માં કોઈક કારણોસર આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ના અધિકારીઓ અને લાસ્કરો ઘટના સ્થળે ઘસી જઈને આગની બુજાવી નાખી હતી પરંતુ સિક્કિમની બે મહિલાઓ ૩૦ વર્ષની બીનુંહંગમાં લીંબુ અને મનીષા દલાઇ નું ગુંગળામણ ને કારણે કરુણા મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ઉમરા પોલીસ સ્ટેશનનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.. આગ અને ગુંગળામણ ના કારણોની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના સાયન્ટિફિક ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.