Author: City Today Daily

સુરત, તા.૨૦ સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જાેવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. મળતી માહિતી પ્રમાણે, સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે ૯.૨૧ કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ…

Read More

નવી દિલ્હી, તા.૧૯ દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા છે. રેખા ગુપ્તાના નામને ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. રેખા ગુપ્તા ગુરૂવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહમાં શપથ લેશે. તેમની સાથે કેબિનેટને પણ શપથ ગ્રહણ કરવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડે વરિષ્ઠ નેતાઓ ઓપી ધનખર અને રવિશંકર પ્રસાદને ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. ભાજપે ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં મોટી જીત હાંસલ કરી છે. ૮ ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૭૦માંથી ૪૮ બેઠકો મળી હતી. પરિણામના ૧૧ દિવસ બાદ સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષ આમ આદમી પાર્ટી વિલંબને લઈને સતત સવાલો ઉઠાવી રહી હતી. ચૂંટણીના…

Read More

સુરત, તા.૧૯ સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે ગત વર્ષની સરખામણીમાં ૮૮૫ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ બજેટ ૯૬૦૩ કરોડનું રજુ કર્યું છે. પાલિકા કમિશનરે ૪૬૯ કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું. બજેટમાં ૪૫૬૨ કરોડ કેપિટલ કામો રજુ કરવામાં આવ્યા છે. જાેકે, પ્રોજેક્ટમાં નવા મોટા પ્રોજેક્ટ જાેવા મળતા નથી પરંતુ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ છે તેના પર વધુ ભાર મુકવામા આવ્યો છે. પાલિકા કમિશનરે નવા મોટા પ્રોજે્‌કટ નહી મુકીને બજેટને વાસ્તવિક બનાવવા પ્રયાસ કર્યો છે. પાલિકાના હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સહિત વિકાસ કાર્યો પર ૮૬૮ કરોડના વધારા સાથે તબક્કાવાર ૫૪૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો…

Read More

વોશિંગ્ટન, તા.૧૯ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓને લઈને આકરા પાણીએ છે. ભારત સહિત અનેક દેશોના ગેરકાયદે પ્રવાસીઓને તેમના વતન મોકલી ચૂક્યા છે. ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે રહેતા પ્રવાસી ભારતીયોના ત્રણ પ્લેન ભારત મોકલી ચૂક્યા છે. હાથકડીઓમાં બાંધેલા આ ભારતીયોની તસવીરો અને વીડિયોએ ભારે હંગામો મચાવ્યો. આ બધા વચ્ચે હવે વ્હાઈટ હાઉસે હાથકડીમાં જકડેલા ગેરકાયદે પ્રવાસીઓનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. વ્હાઈટ હાઉસના અધિકૃત પેજ પર પોસ્ટ કરાયેલા આ ૪૧ સેકન્ડના વીડિયોમાં જાેઈ શકાય છે કે ડિપોર્ટ કરવામાં આવનારા પ્રવાસીઓને તૈયાર કરાઈ રહ્યા છે. ડિપોર્ટ થનારા પ્રવાસીઓને તૈયાર કરતા પોલીસ અધિકારીઓ જાેઈ શકાય છે. વીડિયોમાં જાેવા મળે…

Read More

કોલકાતા, તા.૧૯ કોલકાતાની એક વિશેષ પોક્સો કોર્ટે મંગળવારે સાત મહિનાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના પ્રયાસના દોષિતને ફાંસીની સજા આપી છે. બેંકશાલમાં પોક્સો કોર્ટે સોમવારે શહેરના બુરટોલા વિસ્તારમાંથી બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની ધરપકડના ૭૫ દિવસની અંદર દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ મંગળવારે તેને સજા ફટકારવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલની અંતિમ સુનાવણી પછી કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. ન્યાયમૂર્તિ ઇન્દ્રિલા મુખર્જીએ દોષિત રાજીવ ઘોષને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫(૨), ૧૪૦ (૪), ૧૩૭ (૨) અને ૧૧૮ તથા પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવ્યો છે. બંને એક્ટની પ્રથમ અને છેલ્લી કલમ હેઠળ…

Read More

નવી દિલ્હી, તા.૧૯ નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગનો મામલો હવે કોર્ટ પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, તમે અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરો. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામુ લખાવી આ દુર્ઘટના મામલે લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવા કહ્યું છે. તેમજ રેલવે બોર્ડમાં ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી લેવામાં આવેલા ર્નિણયોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે. પીઆઇએલની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, તે એક કોચમાં પેસેન્જર્સ માટે ઉપલબ્ધ સીટ કરતાં વધુ ટિકિટ કેમ વેચે છે. જાે તમે એક…

Read More

ગાંધીનગર, તા. ૧૮ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. લગભગ મોટાભાગની નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં જીત મેળવી છે. આ ચુંટણીનું અંતિમ ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. એટલે કે જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપે પોતાની પાસે રાખી છે. આ ઉપરાંત ૬૮ નગરપાલિકાઓ પૈકી ૬૨ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ હતી. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાયો હતો. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે…

Read More

નવી દિલ્હી, તા.૧૮ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારી તંત્ર સામે કન્ટેમ્પ્ટ (કોર્ટની અવમાનના) કાર્યવાહી શા માટે હાથ ન ધરવી તે માટે નોટિસ આપી છે. સ્થાનિક તંત્ર દ્વારા કુશીનગર ખાતે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કોર્ટના આગામી આદેશ સુધી મસ્જિદ ડીમોલિશનની કાર્યવાહી સ્થગિત કરવાના ર્નિદેશ પણ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ૧૩ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં મિલકતોના ડીમોલિશન માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં કાર્યવાહી હાથ ધરતા પહેલા અસરગ્રસ્ત પક્ષકારને…

Read More

હૈદરાબાદ, તા.૧૮ રાજ્ય સરકારના સરકારી વિભાગો અને સાર્વજનિક ક્ષેત્રના એકમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને પવિત્ર રમઝાન માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે જવાની છૂટ મળશે. આ છૂટ ૨જી માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની રહેશે તેલંગાણા સરકારે રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓન વહેલા ઓફિસ છોડવની છૂટ આપી છે. રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો, સાર્વજનિક ક્ષેત્રો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને રમઝાનના પવિત્ર માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે તેમની ઓફિસો અને શાળા છોડવાની મંજૂરી આપી છે. આ છૂટ ૨ માર્ચ, ૨૦૨૫થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા…

Read More

સુરત, તા.૧૮ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નબર ૧૮માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ નો વિજય થયો છે. તેમનો કુલ ૭,૦૮૬ મતોથી વિજય થયો હતો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ ચલિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ૯૩ બુથ પર કુલ ૩૩,૩૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર જીતુંભાઈ કાછડનો વિજય થયો હતો. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.…

Read More