મણિપુર,૧૪ કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ‘ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.’ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માગવા માટે કહ્યું છે. મહત્ત્વનું છે કે વિપક્ષ લાંબા સમયથી રાજ્યમાં હિંસાના આરોપોને લઈને ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યું છે. ખડગેએ સવાલ કર્યો કે ‘શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મણિપુરનો પ્રવાસ કરવા અને ત્યાં લોકોની માફી માગવાની હિંમત બતાવી શકશે? મુખ્યમંત્રી એન.બિરેન સિંહનું રાજીનામું આપવાના ચાર દિવસ બાદ ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું. વિધાનસભાને પણ સસ્પેન્ડ કરાઈ છે.’ખડગેએ એક્સ પર પોસ્ટ…
Author: City Today Daily
હવાલા કિંગ બાબાના રાઇટ હેન્ડ ગણાતા અડાજણમાં આવેલ એટલાસ એપાર્ટમેન્ટમાં રહેતા મામા લેપટોપથી સમગ્ર હવાલાઓને ઓપરેટ કરતાં હોવાની ચર્ચા (સિટી ટુડે) સુરત,તા.૧૩ સુરતના હવાલા કૌભાંડમાં સંકળાયેલા લોકોને દબોચવા એસઓઓજીએ ઓપરેશન હવાલા શરૂ કરતા સુરતના ભાગાતળાવ વિસ્તારમાંથી મકબુલ ડોક્ટર નામના ઇસમનું હવાલા કૌભાંડ બહાર આવતાં એસઓજીએ મકબુલ ડોક્ટર સહિત કેટલા ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારબાદ શહેરના તમામ હવાલાબાજાે ભુગર્ભમાં ઉતરી જતાં હવાલાનો રેકેટ જાણે સુરતમાંથી પુર્ણ થઇ ગયેલ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી, પણ તે સમયની તક લઇ અડાજણના બાબા નામનો હવાલેબાજે સમગ્ર ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભુ કરવામાં સફળ રહ્યો. સુરત-મંુબઇ સહિત અન્ય શહેરોમાં પણ…
(સિટી ટુડે) સુરત,તા.૧૩ કેસની વિગત એ રીતની છે કે, શહેર સુરતના સુરત અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૫૨૫૦૧૮૩/૨૦૨૫ ના કામમાં આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી. એકટની કલમ ફરીયાદ તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ નોંધાયેલ. ૧૩૫(૧) મુજબના ગુન્હાની વધુમા હાલના ગુન્હાના કામની ફરીયાદની હકીકત ધ્યાને લેવામાં આવે તો, “આર્મ્સ એક્ટ – ૨૬(૧)(બી)(એ) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) તે એવી રીતેની છે કે આરોપી મોહંમદ સઈદ મોહંમદ ઈદ્રીશ મલેક, ઉ.વ. ૨૮, ધંધો – બેકાર, રહે. ૨/૧૮૦૫, નવી ઓલી સ્ટ્રીટ, સગરામપુરા, સુરત શહેર નાનો પોતાનાં કબ્જા ભોગવટામાં ગેર કાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી હાથ બનાવટની અગ્નિશ્ત્રરૂપી પિસ્ટલ નંગ – ૦૨…
નવીદિલ્હી,૧૩ દિલ્હીના કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીની જીતની સાથે જ રાજધાનીમાં પાવર કટ લાગવાનું શરુ થઈ ગયું છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોથી સેંકડો લોકોએ પાવર કટની ફરિયાદ કરી છે અને તેમને ઇનવર્ટર ખરીદીને લાવવું પડી રહ્યું છે. ત્રણ દિવસમાં જ લોકોને પોતાની ‘ભૂલ’નો અહેસાસ થઈ ગયો છે. આતિશીએ અમુક પેપર બતાવતાં દાવો કર્યો કે ‘લોકો સોશિયલ મીડિયા પર પોતાના વિસ્તારોમાં વીજળી કપાયાની ફરિયાદ કરી રહ્યા છે. ત્રણ દિવસમાં પાવર સેક્ટર ૨૪ કલાક વીજળીનું ધ્વસ્ત થવું દર્શાવે છે કે આમ આદમી પાર્ટીની સરકાર દરરોજ, એક એક કલાક સમગ્ર વીજળી સેક્ટરને મોનિટર કરી રહી હતી. આ દર્શાવે છે કે જ્યારે…
નવી દિલ્હી, તા.૧૩ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જાે દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જાેડાયેલો છે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું હતું. કેસની વિગતો એવી છે કે, પત્નીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા. આ ર્નિણય સામે પતિએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો પરંતુ તેને ત્યાં…
નવી દિલ્હી,૧૩ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે વક્ફ સુધારા બિલ પર રચાયેલી ત્નઁઝ્ર એ ગુરુવારે સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હચો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો પણ તેમની મિલકત પર એટલો જ અધિકાર છે જેટલો શીખો અને હિન્દુઓનો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે. તે…
સુરત, મુંબઇ સહિત અન્ય શહેરોમાં ઓફિસો ખોલી બાબા ભારતથી અન્ય ૧૦ જેટલા દેશોમાં સુરત બેસી સમગ્ર હવાલાના નેટર્વકને ઓપરેટ કરે છે (સિટી ટુડે) સુરત,તા.૧૨ શહેરના અડાજણ વિસ્તારમાં કિંગ ઓફ હવાલાબાજ કહેવાતો બાબા નામના ઇસમની સુરત સહિત અન્ય શહેરોમાં પણ ઓફિસો હોવાનું બહાર આવી રહ્યું છે. સુરત બાદ મુંબઇમાં ઓફિસ ખોલી ૧૬ વધુ લોકોનો સ્ટાફ મુકી ગેરકાયદેસર રીતે બોગસ એકાઉન્ટો દુબઇ મોકલ્યા બાદ આ એકાઉન્ટોમાં ગેરકાયદેસર ફંડ ઉતારી રહ્યા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. કેટલાક મોટા માથાઓ સાથે મુંબઇમાં સંપર્કમાં હોવાના ભપકા મારતો બાબા પોતાની જાતને હર્ષદ મહેતા સમજતો હોય તેમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઓફિસો ખોલી હવાલાનો…
(સિટી ટુડે) સુરત,તા.૧૨ સુરત શહેરમાં વધુ એક દર્દનાક ઘટના બનવા પામી છે. શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર પાસે મનપાના ડમ્પર ચાલકે એક યુવતીને કચડી મારતા ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ૧૦૮ને ફોનકોલ કર્યા બાદ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘટના બન્યાના ૧ કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરમાં બેફામ પણે યમદુતની જેમ ફરી રહેલા ડમ્પરો દ્વારા લોકો સાથે અકસ્માતના કિસ્સાઓ અગાઉ પણ અનેકવાર બની ચુક્યા છે. થોડાક દિવસ પહેલા મનપા કર્મચારીઓ દ્વારા બેદરકારીના કારણે કેદાર નામના માસુમનું પણ…
સુરત, તા.૧૨ સુરત શહેરમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫થી હેલ્મેટ ચેકિંગના કડક અમલીકરણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ૩૦૦થી વધુ અધિકારીઓ અને ૩,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ શહેરના દરેક મુખ્ય જંકશન અને રોડ પર તૈનાત રહેશે અને વીડિયો ઓન કેમેરા તથા “વન નેશન, વન ચલણ” એપ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોને ઇ-ચલણ આપવામાં આવશે. ૪૦થી વધુ સ્પેશિયલ ટીમો શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ અને જંકશન પર હાજર રહેશે અને સ્થળ-દંડ વસુલશે. ટ્રાફિક પોલીસ ઇન્ટરસેપ્ટર વેન દ્વારા પણ પેટ્રોલિંગ કરશે અને હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને પકડીને ઈ-ચલણ આપશે. ટ્રાફિક પોલીસ ડ્રોનના માધ્યમથી હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોની ઓળખ કરશે.…
પાટળ, તા.૧૨ અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં હુલ્લડને મામલે બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલા ૧૯૯૨ના હુલ્લડ કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં સિધ્ધપુરમાં ૩૩ વર્ષ અગાઉ થયેલ કોમી હુલ્લડના કેસના ૪૬આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી ૧૮ આરોપીઓ મૃત્યુ પામ્યા છે.પાટણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ૪૬ આરોપીઓ પૈકી હયાત ૨૮ને પુરાવાના ભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
